UPSC Success Story: કોચિંગ વિના UPSC ટોપર બની ઈશિતા રાઠી, ASI માતા અને હેડ કોન્સ્ટેબલ પિતાથી મળી પ્રેરણા

UPSC Success Story: ઈશિતા રાઠીએ UPSCની (UPSC Topper Ishita Rathi) પરીક્ષા કોચિંગ વગર પાસ કરી છે. તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની રહેવાસી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 6:00 PM
UPSC જેવી પરીક્ષા કોચિંગ વિના પાસ કરવી સરળ વાત નથી. આમાં સામેલ ઉમેદવારો મોટાભાગે જાડા પુસ્તકો અને મોટા કોચિંગ સેન્ટરોની મદદ લેતા જોવા મળે છે. બહુ ઓછા એવા ઉમેદવારો છે જેઓ કોઈ પણ કોચિંગની મદદ વગર આટલી મોટી પરીક્ષા તો પાસ કરે જ છે અને ટોપર બનીને યુવાનોને પ્રેરણા પણ આપે છે. આવું જ એક નામ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની રહેવાસી ઈશિતા રાઠીનું છે.

1 / 5
ઈશિતા રાઠીએ 2021 સિવિલ સર્વિસ પરીક્ષામાં 8મો રેન્ક મેળવ્યો હતો. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની રહેવાસી ઈશિતાએ પ્રારંભિક અભ્યાસ વસંત કુંજની ડીએવી પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે લેડી શ્રી રામ કોલેજમાંથી ઈકોનોમિક્સ ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

2 / 5
ઈશિતાએ કહ્યું કે તેણે UPSC ની તૈયારી માટે ક્યારેય કોઈ કોચિંગ સેન્ટરની મદદ લીધી નથી. તેણે ટોપ 10માં જગ્યા બનાવી લીધી છે. તેને આ સફળતા ત્રીજા પ્રયાસમાં મળી હતી. ઈશિતા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપે છે.

3 / 5
ઈશિતાના પિતા દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. તેની માતા મીનાક્ષી રાઠી એએસઆઈ તરીકે તહેનાત છે. ઈશિતા જણાવે છે કે તેને UPSC પાસ કરવાની પ્રેરણા તેના માતા-પિતા પાસેથી મળી હતી. તેણે કહ્યું કે તેના માતા-પિતાએ અભ્યાસમાં તેને સપોર્ટ કર્યો હતો.

4 / 5
ઈશિતાએ સિવિલ સર્વિસીસની તૈયારી શરૂઆત ગત વર્ષના ટોપર્સની સ્ટ્રેટેજી સાંભળીને કરી હતી. તેની તૈયારી વિશે માહિતી આપતાં તે કહે છે, "અભ્યાસક્રમ જોયા પછી મને સમજાયું કે આ વિષયો જાતે જ કવર કરી શકાય છે. ઈન્ટરનેટ પર ઘણુ બધુ અભ્યાસ મટિરીયલ ઉપલબ્ધ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">