IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો, આગલી જ મેચમાં અર્જુન તેંડુલકરનું ફ્લોપ પ્રદર્શન

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. અર્જુન 3 મેચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે અને તેનો ઈકોનોમી રેટ પણ ઘણો ઊંચો છે. IPL 2025ની હરાજીમાં અર્જુન તેંડુલકરને ટીમ મળી હતી પરંતુ તેના પ્રદર્શનમાં સુધારો નથી થઈ રહ્યો.

| Updated on: Nov 27, 2024 | 8:00 PM
IPL 2025ની હરાજીમાં છેલ્લી ક્ષણે અર્જુન તેંડુલકરને ખરીદનાર મળ્યો. ફરી એક વાર તેને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો.

1 / 5
જો કે, હરાજીની આગલી જ મેચમાં અર્જુન તેંડુલકર સાથે કંઈક એવું થયું જેની તેણે બિલકુલ અપેક્ષા પણ નહીં કરી હોય.

2 / 5
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આંધ્ર પ્રદેશ સામેની મેચમાં ગોવા તરફથી રમતા અર્જુન તેંડુલકરે એક વિકેટ લીધી હતી પરંતુ 22 બોલમાં 36 રન આપી દીધા હતા.

3 / 5
આ મેચમાં ગોવાને પણ આંધ્ર પ્રદેશ સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાને આંધ્ર પ્રદેશે 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગોવાની ટીમ 20 ઓવરમાં માત્ર 154 રન જ બનાવી શકી, જવાબમાં આંધ્રએ 15.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો.

4 / 5
આ હાર સાથે ગોવાએ પરાજયની હેટ્રિક નોંધાવી હતી. ગોવા પ્રથમ મેચ મુંબઈ સામે, બીજી મેચ સર્વિસીસ સામે અને ત્રીજી મેચ તેઓ આંધ્ર પ્રદેશ સામે હાર્યા. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">