Ashwani Kumar : કોણ છે અશ્વિની કુમાર જેણે 16 બોલમાં 4 વિકેટ લઈને તોડ્યો મોટો રેકોર્ડ?
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ડાબા હાથના ફાસ્ટ બોલરને ડેબ્યૂ કરવાની તક આપી. આ બોલરનું નામ અશ્વિની કુમાર છે, જેણે પહેલા જ બોલ પર અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો. એટલું જ નહીં આ બોલરે 16 બોલમાં 4 વિકેટ લઈને મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો. ચાલો તમને જણાવીએ કે અશ્વિની કુમાર કોણ છે?

IPL 2025ની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક યુવા ખેલાડી અશ્વિની કુમારને તક આપી અને આ ખેલાડીએ પહેલી જ IPL મેચમાં પહેલા જ બોલ પર મોટો રેકોર્ડ બનાવી દીધો હતો.

અશ્વિની કુમારે પોતાના IPL કરિયરના પહેલા જ બોલ પર કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો. આ વિકેટ સાથે, તે મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો જેણે તેની ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર વિકેટ લીધી.

એટલું જ નહીં, અશ્વિનીએ પોતાની બીજી ઓવરમાં બે વિકેટ લીધી. આ ખેલાડીએ રિંકુ સિંહ અને મનીષ પાંડેને પણ પોતાનો શિકાર બનાવ્યા. આ પછી અશ્વિની કુમારે આન્દ્રે રસેલને પણ આઉટ કર્યો.

અશ્વિની કુમારને 2025ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખેલાડીને ડેથ ઓવર્સમાં નિષ્ણાત માનવામાં આવે છે. અશ્વિનીએ 2022માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ માટે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 4 T20 મેચોમાં 3 વિકેટ લીધી છે, જેનો ઈકોનોમી રેટ 8.5 રન પ્રતિ ઓવર છે.

આ ઈકોનોમી તમને ઊંચી લાગશે પણ આ ખેલાડી ડેથ ઓવરોમાં વધુ બોલિંગ કરે છે, તેથી આ આંકડો આશ્ચર્યજનક છે. અશ્વિનીએ પંજાબ માટે 2 ફર્સ્ટ-ક્લાસ અને 4 લિસ્ટ A મેચ પણ રમી છે.

અશ્વિની કુમારનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ મોહાલીના એક નાના ગામ ઝાંઝેરીમાં થયો હતો. આ ખેલાડી ખૂબ જ નાની ઉંમરે મેદાનમાં આવ્યો હતો. અશ્વિની કુમાર એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. અશ્વિની કુમારે શેર-એ-પંજાબ T20 કપમાં 6 મેચમાં 11 વિકેટ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

અશ્વિની કુમારની ખાસિયત તેમની બોલિંગની અલગ શૈલી છે. ગતિમાં ફેરફાર ઉપરાંત, આ ખેલાડી બાઉન્સર અને યોર્કર ફેંકવામાં પણ નિષ્ણાત છે. આ ઉપરાંત, તે નીચલા ક્રમમાં મોટા શોટ પણ રમી શકે છે. આ ખેલાડી દબાણમાં સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. આ જ કારણ છે કે મુંબઈ ઇન્ડિયન્સે આ ખેલાડી પર આટલો મોટો દાવ લગાવ્યો છે. (All Photo Credit : PTI)
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને જીતની તલાશ છે. ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































