રાજકોટની જે.કે. કોટેજ કંપનીમાં આગ મામલે થયા મોટા ચોંકવનારા ખૂલાસા- Video
રાજકોટમાં મંગળવારે લાગેલી આગમાં થયો છે સૌથી મોટો ઘટસ્ફોટ. કંપની પસે કોઇ મંજૂરી જ ન હતી. RUDAની મંજૂરી વગર જ આટલી મોટી ફેક્ટરી ચાલી રહી હતી અને સ્થાનિક તંત્ર અજાણ હતું.એટલું જ નહી પરંતુ GPCB પાસેથી પણ જરૂરી કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. તમામ નિયમો અને તમામ કાયદાઓનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે સરકારી તંત્ર શું કરી રહ્યું હતું ???

રાજકોટના કુવાડવા રોડ પર જે. કે. કોટેજ કંપનીમાં લાગેલી આગમાં મોટો ઘટસ્ફોટ થયા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. RUDAની મંજૂરી વગર જ ખડકી દેવાઈ હતી ફેક્ટરી. એટલું જ નહીં. GPCBની કોઈ પણ મંજૂરી વગર જ ધમધમતી હતી ફેક્ટરી. વર્ષ 2007માં ઔદ્યોગિક એકમનો પ્લોટ RUDAમાંથી મંજૂર કરાયો હતો. પ્લોટ મંજૂર થયા બાદ બાંધકામ મંજૂરી કે NOC લેવાયા જ નહીં.
RUDAની મંજૂરી વગર જ શરૂ થઇ ફેક્ટરી
ઔદ્યોગિક વિસ્તારોમાં RUDAની મોટી બેદરકારી સામે આવી છે. RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે નિયમીત ચેકિંગ ન કરાયું, ત્યારે સવાલ એ છે કે જો કોઇ જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની હોત. ફેક્ટરી ઈન્સપેક્ટરની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. રૂડાના અધિકારીએ પોલીસ તપાસમાં સહયોગ આપવાની બાહેંધરી આપી છે અને તેમનું કહેવું છે કે હવે અન્ય એકમો વિરુદ્ધ પણ તપાસ કરાશે અને જરૂર જણાઈ ત્યાં કડક પગલાં લેવાશે.
GPCB પાસેથી પણ નથી લીધી મંજૂરી
રૂડાના અધિકારીઓ કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે. જો કે રૂડાની ઓફિસમાં જ ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નથી. સાધનો પણ શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળી રહ્યા છે. આ જ સૌથી મહત્વનો સવાલ છે. જેના પર તમામ નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે. તે નિયમ ના પાળે તો અન્ય લોકો શું કરશે. સરકારી તંત્ર બેદરકાર રહે છે. અથવા કહો ભ્રષ્ટાચારના કારણે પોતાની આંખ બંધ કરી રાખે છે અને જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે સમગ્ર સરકારી તંત્ર સફાળું જાગે છે પરંતુ હવે આ સિલસિલો તૂટવો જોઇએ કારણ કે લોકોના જીવનો સવાલ છે.