Artical 370ની જેમ સત્ય ઘટના પર આધારિત છે બોલિવુડની આ ફિલ્મો.. તમારે એકવાર જરુર જોવી જોઈએ

ઘણી ફિલ્મો છે જે સત્ય ઘટના પર આધારિત હોય અને તેને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને તેમાં પણ મોટી સફળતા મળી હોય તેવી બોલિવૂડની વાસ્તવિક જીવનની વાર્તાઓ અને ઘટનાઓ પર આધારિત ફિલ્મો જાણો અહીં

| Updated on: Feb 23, 2024 | 2:29 PM
ઈતિહાસમાં બનેલી ઘટનાઓ વિશે જાગૃતિ લાવવા માટે ફિલ્મો એક શક્તિશાળી માધ્યમ છે. ત્યારે ઘણી ફિલ્મો છે જે સત્ય ઘટના પર આધારિત હોય અને તેને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય અને તેમાં પણ મોટી સફળતા મળી હોય. બોલિવૂડ ઘણીવાર વાસ્તવિક જીવનની વાર્તાઓ અને ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવે છે. ત્યારે આજે જ રિલીઝ થયેલી યામી ગૌતમની  ફિલ્મને આર્ટીકલ 370ને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આવી જ કેટલીક ફિલ્મો છે જે સત્ય ઘટના પર આધારિત છે જેને તમારા એકવાર તો જરુર જોવી જોઈએ.

1 / 8
ફિલ્મ શેરશાહ : આ વર્ષની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ 'શેરશાહ' છે. આ ફિલ્મ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા શેરશાહ વિક્રમ બત્રાની વાર્તા છે. વિક્રમ બત્રાએ કારગિલ યુદ્ધમાં પોઈન્ટ 4875 ફતેહ દરમિયાન શહીદી પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં તેની બહાદુરીની સાથે તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાની કહાની પણ કહેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ડિમ્પલ અને વિક્રમ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કારગીલમાં શહીદ થયા બાદ ડિમ્પલનું સપનું અધૂરું રહી ગયું અને તે લગ્ન કર્યા વિના પણ વિક્રમની યાદો સાથે જીવી રહી છે. આ ફિલ્મમાં શહીદ વિક્રમ બત્રાનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા અને ડિમ્પલ ચીમાનું પાત્ર અભિનેત્રી કિયારા અડવાણીએ ભજવ્યું છે.

2 / 8
ફિલ્મ રાઝી : રાઝી એક કાશ્મીરી મહિલા સ્ટોરી છે જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની જાસૂસી કરવા પાકિસ્તાની આર્મી ઓફિસર સાથે લગ્ન કરે છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેણે ભારતને ગુપ્ત માહિતી આપીને મદદ કરી હતી. મેઘના ગુલઝારની ફિલ્મ 'રાઝી' એક ભારતીય જાસૂસ સહમતના જીવન પર આધારિત છે. આ ફિલ્મ મુખ્યત્વે હરિન્દર સિક્કાની 2008ની નવલકથા કૉલિંગ સહમતનું રૂપાંતરણ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે અભિનેતા વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

3 / 8
એરલિફ્ટ : એરલિફ્ટ એ ગલ્ફ વોર પર આધારિત પ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ સદ્દામ હુસૈનના શાસન દરમિયાન કુવૈતમાં ભારતીયોના સૌથી મોટા સ્થળાંતર ઓપરેશન પર આધારિત છે. કુવૈતી બિઝનેસમેનની ભૂમિકા ભજવનાર અક્ષય કુમારને તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલ પાત્ર મથુની મેથ્યુઝ હતું જેનું 2017 માં અવસાન થયું હતું. અભિનેતાએ ખાસ કરીને આ ફિલ્મ માટે અરબી ભાષા પણ શીખી હતી.

4 / 8
પાન સિંહ તોમર : 2012 આ ફિલ્મ પાન સિંહ તોમરના જીવન પર આધારિત છે, જેઓ ભારતીય સેનામાં સૈનિક હતા અને ભારતીય રાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તેને સિસ્ટમ સામે બળવાખોર બનવાની ફરજ પડી હતી. કહેવાય છે કે પોલીસ પણ પાન સિંહ તોમરથી ડરતી હતી, પરંતુ તે 1981માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ ફિલ્મ તિગ્માંશુ ધુલિયાએ ડિરેક્ટ કરી હતી.

5 / 8
તલવાર : વર્ષ 2015માં બનેલી આ ફિલ્મ નોઈડાના પ્રખ્યાત ડબલ મર્ડર કેસ પર આધારિત હતી. નોઈડાના ડૉક્ટર-દંપતી નૂપુર અને રાજેશ તલવારને તેમની એકમાત્ર પુત્રી આરુષિ અને હેમરાજની હત્યાના કેસમાં સજા સંભળાવવામાં આવી હતી. 'તલવાર' એકમાત્ર એવી ફિલ્મ નહોતી જેણે આ મુદ્દાને ઉઠાવ્યો હતો, પરંતુ વર્ષ 2015માં જ આ જ વિષય પર 'રહસ્ય' નામની બીજી ફિલ્મ બની હતી. આજદિન સુધી આ હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ફિલ્મ 'તલવાર'માં કોંકણા સેન, ઈરફાન ખાન અને નીરજ કબીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી.

6 / 8
માંઝી: ધ માઉન્ટેન મેન : આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ દશરથ માંઝીનું પાત્ર ભજવ્યું હતું, જે માઉન્ટેન મેન તરીકે જાણીતા હતા. માંઝી બિહારમાં રહેતા એક ગરીબ મજૂર હતા, એક દુ:ખદ ઘટનામાં તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમના ગામથી હોસ્પિટલ સુધીની લાંબી મુસાફરીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ કારણોસર તેણે હથોડી અને છીણીનો ઉપયોગ કરીને ટેકરીમાંથી 9.1 મીટર પહોળો અને 110 મીટર લાંબો રસ્તો બનાવ્યો. કેતન મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી.

7 / 8
ફિલ્મ નો વન કિલ્ડ જેસિકા : આ ફિલ્મ 29 એપ્રિલ, 1999ના રોજ થયેલા જેસિકા લાલ હત્યા કેસ પર આધારિત હતી. દિલ્હીમાં લોકોથી ભરેલા બારમાં જેસિકા નામની મોડલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને મુખ્ય શંકાસ્પદ મનુ શર્મા એક પ્રભાવશાળી રાજકારણીનો પુત્ર હતો. ફિલ્મ જેસિકા સિસ્ટર તેની બહેનને ન્યાય મેળવવા માટે સબરીના (વિદ્યા બાલન દ્વારા ભજવવામાં આવેલ) લાંબી મુસાફરી બતાવે છે. આ ફિલ્મમાં રાની મુખર્જીએ એક પત્રકારની ભૂમિકા ભજવી હતી જેણે જેસિકા કેસમાં જેસિકાની બહેન સબરીનાને મદદ કરી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">