
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993 ના રોજ થયો હતો. બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની એક્ટિંગથી બોલિવુડમાં એક અલગ ઓળખ બનાવી છે. આલિયાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યરથી કરી હતી.
આલિયાએ તેના કરિયરમાં અલગ-અલગ રોલ પ્લે કર્યા છે. ફિલ્મ ઉડતા પંજાબ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. એક્ટ્રેસ આલિયા ભટ્ટે ફિલ્મ “રાઝી”માં અંડર કવર ડિટેક્ટીવનો રોલ પ્લે કરીને સાબિત કર્યું કે તેની એક્ટિંગ શાનદાર છે.
આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડીમાં એક વેશ્યાવૃત્તિમાં સંકળાયેલી મહિલાના રોલ માટે તેને ખૂબ મહેનત કરી, 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેની જોરદાર એક્ટિંગ જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેના ખૂબ વખાણ પણ થયા હતા. આ સિવાય આલિયાની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની પણ સુપરહિટ રહી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 5 વર્ષ ડેટિંગ કર્યા બાદ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી 6 નવેમ્બર 2022 ના રોજ કપલના ઘરે એક પરીનો જન્મ થયો. આલિયા-રણબીરે તેમની પુત્રીનું નામ રાહા કપૂર રાખ્યું છે.
છોટા પેકેટ બડા ધમાકા છે આ બોલીવુડ અભિનેત્રીઓ, પોતાની મહેનતથી સાબિત કર્યું કે સફળતા માટે ઊંચાઈ મહત્વની નથી
બોલિવુડમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે. જેની હાઈટ ખુબ લાંબી છે. તો કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે, જેમની હાઈટ ખુબ ઓછી છે. કેટલીક અભિનેત્રીને તો ફિલ્મના શૂટિંગમાં મુશ્કેલીઓ પણ આવે છે.
- Nirupa Duva
- Updated on: Feb 28, 2025
- 3:07 pm
કરીના, આલિયા અને અનુષ્કાની સહિત અનેક અભિનેત્રીઓની ડિલિવરી કરાવનાર ડોક્ટરનું થયું નિધન
કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂસ્તમ સૂનાવાલા, જેમણે તૈમૂર અલી ખાન અને રાહા કપૂરના જન્મ સમયે કરીના અને આલિયાની ડિલિવરી કરાવી હતી, તેમનું અવસાન થયું છે.
- Nirupa Duva
- Updated on: Jan 10, 2025
- 5:14 pm
બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે છે વિદેશી નાગરિકતા, જુઓ Photos
અહીં બોલિવૂડની કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે જાણકારી આપવામાં આવી છે જે વિદેશી નાગરિકતા ધરાવે છે. આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, નરગીસ ફખરી, સની લિયોન સહિતની અભિનેત્રીઓના નાગરિકતા સંબંધિત વિગતો અને તસવીરો અહીં આપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Dec 29, 2024
- 5:59 pm
પ્રધાનમંત્રીના ઘરે પહોંચવામાં કેટલો સમય લાગશે? PM મોદીને મળવા પહોંચેલી કરીનાએ કર્યો સવાલ, જુઓ Video
કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન, ભાઈ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને કરિશ્મા કપૂર સાથે પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચી હતી. રાજ કપૂરની જન્મશતાબ્દીના ખાસ અવસર પર આખો કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા આવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Dec 10, 2024
- 11:04 pm
Maharashtra Elections 2024 : અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી, જાણો તમારા મનપસંદ સેલિબ્રિટીઓ મુંબઈમાં ક્યાં કરશે મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે એટલે કે 20મી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. તમારા મનપસંદ કલાકારો પણ આ ખાસ અવસર પર મતદાન કરવા મતદાન મથક પર પહોંચી રહ્યા છે. તો ચાલો જાણીએ કે મુંબઈના કયા કયા પ્રખ્યાત મતદાન મથક છે, જ્યાં તમારા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ મતદાન કરતા જોવા મળી શકે છે.
- Meera Kansagara
- Updated on: Nov 20, 2024
- 8:15 am
બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ એક્ટિંગની સાથે , ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયો, તેમજ પ્રોડક્શન હાઉસ પણ સંભાળે
છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક બોલિવુડ અભિનેત્રી એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ મોટું નામ કમાય ચૂકી છે. નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણથી લઈને આઇકોનિક બ્રાન્ડ્સ બનાવવા સુધી, આ અભિનેત્રીઓ મોખરે રહી છે.
- Nirupa Duva
- Updated on: Oct 27, 2024
- 12:19 pm
બોલિવુડ અભિનેત્રી ‘જૂનો’આઉટફિટ કરે છે રિપીટ, દિવાળી પાર્ટીમાં 3000 કલાકમાં તૈયાર થયલું જૂનું આઉટફિટ પહેર્યું
આલિયા ભટ્ટ હાલમાં મનીષ મલ્હોત્રાની દિવાળીની પાર્ટીમાં સામેલ થઈ હતી. તેમણે પોતાની મહેંદી સેરમનીનું પિંક આઉટફિટ પહેર્યું હતુ. આલિયા ભટ્ટને કપડાં રિપીટ કરતા જોઈ તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Oct 24, 2024
- 1:41 pm
આલિયા ભટ્ટ નાનપણથી જ ગંભીર બીમારીથી છે પીડિત, રાહા કપૂરની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જુઓ Photos
અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં ફિલ્મ જીગ્રાને લઈને ચર્ચામાં છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં તેણે વેદાંગ રૈનાની મોટી બહેનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ રિલીઝ થયાને હજુ વધુ સમય નથી થયો, તેથી આલિયા તેનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાની એક બીમારીનો ખુલાસો કર્યો હતો.
- Sagar Solanki
- Updated on: Oct 14, 2024
- 5:12 pm
આલિયા ભટ્ટની જીગરાને લઈને બોલિવુડમાં છેડાયો જંગ ! કરણ જોહરે આ અભિનેત્રીને કહી મૂર્ખ
જીગરા રિલીઝ થયા બાદથી જ આલિયા ભટ્ટ પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ આરોપો બીજા કોઈએ નહીં પરંતુ ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલાએ લગાવ્યા છે. જોકે, હવે આલિયાનો બચાવ કરવા જતા કરણ અને દિવ્યા કોસલા વચ્ચે જંગ છેડાયો છે.
- Devankashi rana
- Updated on: Oct 14, 2024
- 10:00 am
Jigra Box Office Collection Day 1 : Alia Bhattની ‘જીગરા’ ફેન્સનું દિલ ન જીતી શકી, પહેલા દિવસે માત્ર આટલી જ કમાણી કરી
દર્શકો જેની રાહ જોઇને બેઠા હતા તે આલિયાનો એક્શન અવતાર જોવા દર્શકો થિયેટરમાં જઈ રહ્યા છે. આલિયા ભટ્ટની 'જીગરા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો કે અભિનેત્રી આલિયાના ચાહકોને આંચકો લાગી શકે છે. 'જીગરા'ની શરૂઆતના દિવસે થયેલી કમાણીએ નિર્માતાઓથી લઈને સ્ટાર્સ સુધી બધાને નિરાશ કર્યા છે.
- Tanvi Soni
- Updated on: Oct 12, 2024
- 9:25 am
The Great Indian Kapil Show : પૂર્ણ થયો કોમેડી કિંગ કપિલ શર્માનો ક્રેઝ? ન ચાલ્યો બોલિવુડ સ્ટારનો જાદુ
નેટફ્લિકસ મુજબ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 2ના પહેલા એપિસોડને 1.2 મિલિયન વ્યુ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પ્રથમ સીઝન શરુ થઈ હતી
- Nirupa Duva
- Updated on: Sep 27, 2024
- 4:33 pm
પોતાના ભાઈને બચાવવા જમીન-આકાશ એક કરી દેશે આલિયા ભટ્ટ, જીગરાનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ-Video
આલિયા ભટ્ટની ફિલ્મ જીગરાનું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 3 મિનિટ 1 સેકન્ડના ટ્રેલરમાં આલિયા ભટ્ટનું એવું શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે કે દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
- Devankashi rana
- Updated on: Sep 26, 2024
- 1:54 pm
છૂટાછેડાના સમાચાર પર Aishwarya Raiએ લગાવ્યો બ્રેક, પેરિસ ફેશન વીકમાં અભિષેકના પ્રેમની નિશાની કરી ફ્લોન્ટ
ઐશ્વર્યા રાય તેના સંબંધો માટે સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં બોલિવૂડની સુંદર અભિનેત્રીએ છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. હાલમાં તે પેરિસ ફેશન વીક 2024માં ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ રેડ ગાઉનમાં તેનો ગ્લેમરસ લુક સામે આવ્યો હતો. છૂટાછેડાની અફવાઓ પર બ્રેક લગાવતા, ઐશ્વર્યા રાયે રેમ્પ પર અભિષેક બચ્ચનની પ્રેમની નિશાની ફ્લોન્ટ કરી છે.
- Devankashi rana
- Updated on: Sep 24, 2024
- 9:47 am
આ બોલિવુડ સ્ટાર છે એક દિકરીના માતા પિતા, એક અભિનેત્રીએ 6 વર્ષ બાદ દિકરીને જન્મ આપ્યો
બોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણે 8 નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો છે. બોલિવુડ સહિત દિગ્ગજો રણવીર અને દીપિકા પાદુકોણને શુભકામના પાઠવી રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું, કેટલાક એવા સ્ટારની તેઓ પણ એક પુત્રીના માતા પિતા છે.
- Nirupa Duva
- Updated on: Sep 9, 2024
- 1:35 pm
Independence day theme movie : જવાન, શેરશાહ, સ્વદેશ અને પરમાણુ…દેશભક્તિની થીમ આધારિત ફિલ્મો, જે દરેકમાં જગાડશે દેશપ્રેમ
Independent day theme movie : જ્યારથી સ્વતંત્રતા દિવસ આવ્યો છે, ત્યારથી દેશભક્તિની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકોમાં ખુશીનો માહોલ છે. લોકો ઝંડા ખરીદી રહ્યા છે અને તિરંગો લહેરાવી રહ્યા છે. આ સમય દરમિયાન ઘણા લોકો તેમના પરિવાર સાથે રાષ્ટ્રીય રજાઓ ઉજવવા માટે બહાર જાય છે, જ્યારે ઘણા લોકો ઘરે રહીને દેશભક્તિની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. સ્વતંત્રતા દિવસ પર ચાલો ફરી એક વાર આવી 10 ફિલ્મો જોઈએ જે તમને આનંદ આપશે.
- Meera Kansagara
- Updated on: Aug 15, 2024
- 2:11 pm