યામી ગૌતમ
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મ 28 નવેમ્બર 1988માં હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હિન્દૂ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મુકેશ ગૌતમ છે. યામીના પિતા વ્યવસાયે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની માતાનું નામ અંજલી ગૌતમ છે. તેની નાની બહેનનું નામ સુરીલી ગૌતમ છે. તેને કોલેજથી જ IAS બનવાનું સપનું હતું. પરંતુ 20 વર્ષની ઉંમરે તેણે અભિનયમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.
તેણે ટીવી પર ‘ચાંદ કે પાર ચલો’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેણે કલર્સની સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’માં પણ કામ કર્યું છે. તેણે રિયાલિટી શો મીઠી ચુરી નંબર 1 અને કિચન ચેમ્પિયન સિઝન 1માં પણ તેણે ભાગ લીધેલો છે.
યામી ગૌતમે ઉરી, એ થર્સડે, દસવી તેમજ ચોર નિકલ કે ભાગા, સનમ રે, ઓએમજી વગેરેમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફેર એન્ડ લવલીની જાહેરાતથી તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ છે. એક્ટ્રેસ યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને યામી ગૌતમ ધર રાખી લીધું છે.
WITT 2025: યામી ગૌતમે PM મોદીના વખાણ કર્યા, ભારત સરકારના કયા અભિયાનથી તેઓ પ્રભાવિત થયા, જાણો
અભિનેત્રી યામી ગૌતમે TV9 ભારતવર્ષના ખાસ કાર્યક્રમ "વોટ ઇન્ડિયા ઇઝ ટોકિંગ અબાઉટ ટુડે" માં ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયર વિશે વાત કરી. તે જ સમયે, અભિનેત્રીએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી અને જણાવ્યું કે મોદી સરકારની કઈ યોજના તેમને સૌથી ખાસ લાગે છે.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 9:35 pm
WITT 2025: અભિનેત્રી યામી ગૌતમ TV9 નેટવર્કના ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી, ભારતમાં સિનેમાની શક્તિ વિશે વાત કરશે
વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે 2025 સમિટ: ટીવી9 ના વાર્ષિક કાર્યક્રમ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડેની ત્રીજી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ ખાસ કાર્યક્રમના ખાસ મહેમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તેમના સિવાય મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ પણ આ શોમાં ભાગ લેશે. આમાં અભિનેત્રી યામી ગૌતમનું નામ પણ સામેલ છે.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 5:39 pm
Year Ender 2024 : વર્ષ 2024માં દીપિકા-રણવીરથી લઈને અનુષ્કા-વિરાટ આ સ્ટાર માતા-પિતા બન્યા, જુઓ ફોટો
કેટલાક એવી અભિનેત્રી છે, જે વર્ષ 2024માં માતા બની છે. કારણ કે, તે માતા બની છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, વર્ષ 2024માં કઈ કઈ સેલિબ્રિટી માતા બની છે.
- Nirupa Duva
- Updated on: Dec 11, 2024
- 11:25 am