Mahashivratri 2023 : માનતા પુરી થતાં “બાબા” માંગે છે “સિગરેટ” નો ભોગ….જાણો અમદાવાદના આ અનોખા મહાદેવ મંદિર વિશે

Aghori Baba Ahmedabad : અમદાવાદ શહેરમાં એક અનોખું સ્થાનક અને આશ્રમ આવેલું છે. જ્યાં માનતા પૂરી થતાં એક અનોખો ભોગ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ આ અનોખા સ્થાનક વિશે.

Manish Trivedi
| Edited By: | Updated on: Feb 18, 2023 | 11:54 AM
ભક્તિ, આસ્થા અને આરાધનાનું સ્થળ એવો સાબરમતી નદી કિનારે વાડજ પાસે આવેલ દધીચી ઋષિ આશ્રમ. અહીં છે ભક્તોના દરેક કષ્ટ દુર કરતાં દુધાધારી મહાદેવ અને ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ.અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ સંકુલની બાજુમાં આવેલ અઘોરી બાબાની સમાધી એ લોકો દૂર દેશાંતરથી આવે છે. ભક્તો બાબાની સમાધી એ સિગરેટ ચડાવી, શીશ ઝુકાવીને પોતાના કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

1 / 5
વર્ષો પહેલા અહીં અઘોરી બાબાને "બીડી" ચડાવવાની માનતા રાખવામાં આવતી હતી. સમય બદલાતા અને લોકોની આસ્થા અને ભક્તિમાં વધારો થતાં સમય પ્રમાણે હવે ગુલાબ અને સિગરેટ ની માનતા રાખવામાં આવે છે. અહીં ગુલાબ અને સિગરેટ મંદિર તરફથી સંપૂર્ણ નિશુલ્ક આપવામાં આવે છે.

2 / 5
અઘોરી બાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા રાજેન્દ્રભાઈ અને રીટાબેન કહે છે અમે છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે બાબાની સમાધી આવી છે. બાબા ના આશીર્વાદ થકી જ મારી પુત્રીને ઓસ્ટ્રેલિયાના વિઝા મળી ગયા. અમે બાબાની 1001 સિગરેટ ધરાવવાની માનતા રાખી હતી.

3 / 5
દુધાધારી મહાદેવ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશ સેવકના  કહેવા પ્રમાણે આ સ્થાનકનો ઉલ્લેખ ભગવત ગીતાના 11 માં અધ્યાયના ચોથા સ્કંધમાં કરવામાં આવ્યો છે. આશરે 250 વર્ષ પહેલા નદીએ વહેણ બદલતા અહીંયા આશ્રમ ખસેડવામાં આવ્યો અને 1905 માં દુધાધારી મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

4 / 5
હિતેશ સેવકના જણાવ્યા પ્રમાણે આશરે 700 થી 800 વર્ષ પહેલાં અહીં અઘોરી સાધુઓ આવ્યા હતા. તેમને આ સ્થાનકમાં ઉર્જા જણાતા અહીં જ પોતાનો ધુણો ધખાયો હતો. તેમના એક અઘોરી બાબાએ આજ સ્થાને કે જીવતા સમાધિ લીધી હતી. આ સમાધિ સ્થળની સાથે દુધાધારી મહાદેવનું મંદિર પણ આવેલું છે અને દધીચિ ઋષિના આશ્રમ પણ આવેલો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">