ભાડજ હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય રથ યાત્રાની ઉજવણી, પ્રભુના થયા વિશેષ શૃંગાર સાથે દર્શન, ભક્તો ભક્તિમાં થયા લીન

આષાઢી સુદ બીજના પ્રસંગે તારીખ 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી જગન્નાથ, બલદેવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 3:35 PM
હરે કૃષ્ણ મંદિરમાં આ ઉત્સવ ની શરૂઆત જય જગન્નાથ,બલદેવ,સુભદ્રાના મંત્રોચાર સાથે ભગવાનના દર્શન વિશેષ શૃંગાર સાથે થઈ હતી.

1 / 6
શ્રી જગન્નાથ, બલદેવને મનભાવતા ભોજનનો વિશેષ રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને તે પછી તેને ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. સંપૂર્ણ મંદિર વિભિન્ન પ્રકારના ફૂલોથી સુસજ્જિત કરવામાં આવ્યું હતું.

2 / 6
દિવસ દરમિયાન મંદિરના ભક્તોએ ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીના ભજન અને કીર્તન કર્યા હતા.

3 / 6
ઉત્સવના ભાગરૂપે, ભગવાન શ્રી જગન્નાથ, બલદેવને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા અને વિશેષ રથમાં મંદિરના નજીકના વિસ્તારોમાં એક ભવ્ય સવારી પર લઇ જવામાં આવ્યા હતા.

4 / 6
હજારો ભક્તોએ ભગવાન જગન્નાથના પવિત્ર નામનો ઉચ્ચારણ કર્યો અને હર્ષોલ્લાસ સાથે રથ ખેંચ્યો હતો. સંપૂર્ણ રથ યાત્રાના માર્ગમાં ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. હરિનામ સંકીર્તનમાં બધા જ ભક્તો લીન થઇને આનંદથી નાચ્યા હતા.

5 / 6
પવિત્ર ગ્રંથો જણાવે છે  -'રથે ચ વામનં દૃષ્ટ્વા પુનર જન્મ ન વિદ્યતે' - જે ભગવાનને રથ પર જુએ છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે.'

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">