IPL 2025 ની ફાઈનલ કોલકાતામાં નહીં યોજાય ! BCCI એ આ કારણોસર સ્થળ બદલવું પડશે
IPL 2025 ની ફાઈનલ, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી, તે હવે અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી શક્યતા છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ભારત-પાકિસ્તાન તણાવને કારણે, IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી પરંતુ તેના ફરી શરૂ થવાની આશા વધી ગઈ છે. જોકે બાકી રહેલી IPL મેચો ફરી શરૂ કરવાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે આ સિઝનની ફાઈનલ મેચ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં નહીં યોજાય.

અગાઉ આ સિઝનની ફાઈનલ મેચ 25 મેના રોજ ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડ પર રમવાની હતી, પરંતુ હવે ફાઈનલ મેચ માટે સ્થળમાં ફેરફાર થવાની શક્યતા છે. જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો આવું થશે તો કોલકાતાના ક્રિકેટ પ્રેમીઓ ખૂબ નિરાશ થશે.

PTIના અહેવાલ મુજબ, IPL 2025ની ફાઈનલ મેચ હવે 30 મેના રોજ યોજાઈ શકે છે અને 30 મેના રોજ કોલકાતામાં ભારે વરસાદની સંભાવના છે.

30 મેના રોજ કોલકાતામાં 65 ટકા વરસાદ પડવાની ધારણા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફાઈનલ મેચ કોલકાતાને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 9 મેના રોજ ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. આ સિઝનમાં 57 મેચ રમાઈ છે. જ્યારે કુલ 74 મેચ રમવાની હતી. આ રીતે, હજુ પણ 17 મેચ રમવાની બાકી છે, જેમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગી શકે છે.

BCCI આ લીગનું શક્ય તેટલું જલ્દી આયોજન કરવાનું વિચારી રહ્યું છે. આ માટે BCCI સુરક્ષિત સ્થળ પણ શોધી રહ્યું છે. IPLમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. હવે નવી તારીખોની જાહેરાત થતા જ આ ખેલાડીઓ ફરીથી IPL રમવા માટે ભારત આવશે. જોકે, કેટલાક વિદેશી ખેલાડીઓના આગમન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. (All Photo Credit : PTI)
ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી પરંતુ હવે ફરી બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર થશે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































