25,38,667 કરોડ રુપિયાની નેટવર્થ, 4000 કરોડનો મહેલ અને 700 કાર, આ છે દુનિયાનો સૌથી અમીર પરિવાર
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો પરિવાર 2023માં વિશ્વનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. આ પરિવારની કુલ સંપત્તિ ભારતના બે સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કુલ સંપત્તિ કરતાં વધુ છે.

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન આ પરિવારના વડા છે. તેને 18 ભાઈઓ અને 11 બહેનો છે. અલ નાહયાનને નવ બાળકો અને 18 પૌત્રો પણ છે. અલ નાહયાન શાહી પરિવાર પાસે $305 બિલિયન (રૂ. 25,38,667 કરોડ)ની સંપત્તિ છે.

આ પરિવાર વિશ્વના લગભગ છ ટકા તેલ ભંડાર, માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ અને ઘણી જાણીતી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. આ કંપનીઓમાં ગાયિકા રીહાન્નાની બ્યુટી બ્રાન્ડ ફેન્ટીથી લઈને ઈલોન મસ્કની સ્પેસએક્સનો સમાવેશ થાય છે.

મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના નાના ભાઈ શેખ હમદ બિન હમદાન અલ નાહયાન પાસે વિશ્વની સૌથી મોટી SUV, પાંચ બુગાટી વેરોન, એક લેમ્બોર્ગિની રેવેન્ટન, એક મર્સિડીઝ-બેન્ઝ CLK GTR, ફેરારી 599XX સહિત 700 થી વધુ કારનો સંગ્રહ છે.

આ પરિવાર અબુ ધાબીમાં કસર અલ-વતન રાષ્ટ્રપતિ મહેલમાં રહે છે, જે સોનાથી સુશોભિત છે. સંયુક્ત આરબ અમીરાતમાં હાજર આવા ઘણા મહેલોમાંથી તે સૌથી મોટો છે. 94 એકરમાં ફેલાયેલા આ મોટા ગુંબજવાળા મહેલમાં 3,50,000 સ્ફટિકોથી બનેલું ઝુમ્મર અને ઘણી અમૂલ્ય ઐતિહાસિક કલાકૃતિઓ છે. શાહી પરિવાર પેરિસ અને લંડન સહિત વિશ્વના ઘણા મોટા શહેરોમાં મોંઘી મિલકત ધરાવે છે. બ્રિટનના સૌથી પોશ વિસ્તારોમાં તેમની ઘણી મિલકતોને કારણે પરિવારના ભૂતપૂર્વ વડાને 'લંડનનો જમીનદાર' પણ કહેવામાં આવતો હતો.

મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના અબુ ધાબી યુનાઈટેડ ગ્રુપે 2008માં યુકેની ફૂટબોલ ટીમ માન્ચેસ્ટર સિટીને 2,122 કરોડ રૂપિયામાં ખરીદી હતી. કંપની સિટી ફૂટબોલ ગ્રૂપના 81 ટકાની પણ માલિકી ધરાવે છે, જે માન્ચેસ્ટર સિટી, મુંબઈ સિટી, મેલબોર્ન સિટી અને ન્યૂ યોર્ક સિટી ફૂટબોલ ક્લબનું સંચાલન કરે છે.






































































