21 March 2025

જો તમારા ફોનમાં દેખાય આ સાઈન, તો સમજો કોઈ જાસૂસી કરી રહ્યું છે તમારી !

Pic credit - google

શું તમારો ફોન હેક થઈ ગયો છે? સ્માર્ટફોન અને ઈન્ટરનેટની આ દુનિયામાં ઘણા લોકોને હંમેશા આ ડર સતાવે છે.

Pic credit - google

જો તમને પણ લાગે છે કે તમારો ફોન હેક થઈ ગયો છે અથવા કોઈ તમારી જાસૂસી કરવા માટે સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમે સરળતાથી ચેક કરી શકો છો.

Pic credit - google

આ માટે તમારે માત્ર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો તમારા ફોનમાં કોઈ સ્પાયવેર છે, તો તેની બેટરી પહેલા કરતા વધુ ઝડપથી ઉતરી જશે.

Pic credit - google

બેટરીની સાથે ડેટા પણ ઝડપથી પતી જશે. કારણ કે સ્પાયવેર તમારો ડેટા હેકર્સને મોકલે છે.

Pic credit - google

ડેટા ટ્રાન્સફર કરવા માટે ઇન્ટરનેટ અને બેટરી બંનેનો ઉપયોગ થાય છે. જો તમારા ફોનમાં કોઈ અજાણી અને નવી એપ દેખાઈ રહી છે, તો તે સ્પાયવેર હોઈ શકે છે.

Pic credit - google

આ સિવાય જો સ્પાયવેર તમારા પર જાસૂસી કરે છે, તો ફોનની સેન્સર લાઇટ ઝબકતી રહેશે. આ લાઈટ માઈક, કેમેરા અને સ્ક્રીન રેકોર્ડિંગ સમયે આવે છે તે હોય છે

Pic credit - google

આ બધા ફીચર્સના સતત કામને કારણે ફોન ગરમ થશે અને ફરીથી તેની જાતે જ રીસ્ટાર્ટ થશે.

Pic credit - google

જો આ બધા લક્ષણો એકસાથે દેખાવા લાગે, તો તમારે સમજી લેવું જોઈએ કે ફોનમાં કંઈક ગરબડ છે. જે બાદ તમે એપ્સની યાદીમાં જઈને અજાણી એપ્સ શોધી શકો છો.

Pic credit - google

જો તમને આવી કોઈ એપ મળે છે, તો સૌથી પહેલા તેને આપવામાં આવેલી તમામ પરમિશન હટાવી દો અને એપ અનઇન્સ્ટોલ કરી દો

Pic credit - google

ક્યારેક ફોનને ફેક્ટરી રીસેટ કરવી પડે છે. જો આ પછી પણ તમારા ફોનની સમસ્યા દૂર ના થાય, તો તમારે તેને સર્વિસ સેન્ટર લઈ જવું પડશે.

Pic credit - google