Gujarat News : મોટા બેનરમાં લાગ્યા જાહેરમાં પેશાબ કરતા લોકોના ફોટો ! એક ફોટો ખાલી રાખી લખ્યુ હવે આપનો વારો, જુઓ Video
ગુજરાત હોય કે અન્ય રાજ્યમાં અનેક જગ્યાએ રોડ, રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળતા હોય છે. ગંદકીના સામ્રાજ્યની સાથે કેટલાક લોકો રસ્તા પર ગમે તે જગ્યાએ યુરિનલ કરતા હોય છે. ત્યારે મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારા લોકો માટે જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારા ચેતવણી આપી છે.
ગુજરાત હોય કે અન્ય રાજ્યમાં અનેક જગ્યાએ રોડ, રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળતા હોય છે. ગંદકીના સામ્રાજ્યની સાથે કેટલાક લોકો રસ્તા પર ગમે તે જગ્યાએ પેશાબ કરતા હોય છે. ત્યારે મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારા લોકો શહેરને ગંદુ ન કરે તે માટે માટે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારાને એક મોટા બેનર થકી ચેતવણી આપવામાં આવી છે.
જાહેરમાં યુરિનલ કરતા લોકો સાવધાન !
મોરબપીમાં મનપા કચેરી બહાર મોટું બેનર લગાવાયુ છે. બેનરમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા લગાવાયા છે. જાહેરમાં યુરિનલ કરતા લોકોને રોકવા મનપાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા બેનરમાં લગાવ્યા છે. મનપાએ બેનર પર જાહેરમાં યુરિનલ કરતા લોકો માટે ચેતવણી લખી છે. જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો પણ બેનરમાં લાગશે તેવી ચેતવણી આપી છે.
લોકોના ફોટા બેનરમાં લગાવી આપી ચેતવણી
મહત્તવનું છે કે જાહેર રસ્તાઓ પર યુરિનલ કરનારાઓને રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મોરબીમાં મનપા કચેરી બહાર મોટું બેનર લગાવાયું છે. બેનરમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા લગાવાયા હતા. જાહેરમાં યુરિનલ કરતા લોકોને રોકવા માટે મનપાએ વિવિધ રસ્તાઓમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ચેતાવણી પણ આપી છે કે જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો પણ બેનર પર લગાવવામાં આવશે.
આ અગાઉ પણ ગુજરાતમાં જાહેર રસ્તાઓ પર ગંદકી અટકાવવા માટે અલગ – અલગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જાહેર સ્થળો અને રસ્તાઓ પર થુંકતા લોકો પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં જાહેરમાં પાન- મસાલા ખાઈને થુંકતા લોકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.