Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુર્જ ખલીફા બનાવનાર કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદી રહી છે અદાણી! 12000 કરોડમાં ડીલ શક્ય

અદાણી રિયલ્ટી પણ આ બિઝનેસમાં 400 મિલિયન ડોલર (લગભગ રૂ. 3453 કરોડ)નું રોકાણ કરશે. અદાણી ગ્રુપ અને એમાર ગ્રુપ વચ્ચે આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે આ ડીલ આગામી મહિનામાં ફાઈનલ થઈ શકે છે.

Dhinal Chavda
| Edited By: | Updated on: Mar 21, 2025 | 3:54 PM
અદાણી ગ્રૂપ દુબઈની રિયલ એસ્ટેટ કંપની એમાર ગ્રુપનું ભારતીય યુનિટ ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ 1.4 બિલિયન ડોલર એટલે કે લગભગ 12084 કરોડ રૂપિયાની હોઈ શકે છે. જો આ સોદો પાર પડશે તો અદાણી ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટી બિઝનેસ હેઠળ સંપાદન પૂર્ણ થશે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અદાણી રિયલ્ટી આ બિઝનેસમાં 400 મિલિયન ડોલર (લગભગ 3453 કરોડ રૂપિયા)નું રોકાણ પણ કરશે. અદાણી ગ્રુપ અને એમાર ગ્રુપ વચ્ચે આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે આ ડીલ આગામી મહિનામાં ફાઈનલ થઈ શકે છે.

1 / 6
આ ડીલ અંગે એમ્માર ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચે જાન્યુઆરીથી ચર્ચા ચાલી રહી છે. Emaar ગ્રુપ ભારતમાં Emaar India ના નામથી બિઝનેસ કરે છે, જેનો બિઝનેસ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલો છે. આ કંપની હાલમાં અહીં કોમર્શિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

2 / 6
1997માં શરૂ થયેલી આ કંપનીનો બિઝનેસ 10 દેશોમાં ફેલાયેલો છે. તેણે ઘણા દેશોમાં મોટી ઇમારતો બનાવી છે. આ કંપનીએ દુબઈમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બનાવી છે. આ કંપની દ્વારા સૌથી મોટો શોપિંગ મોલ દુબઈ મોલ પણ બનાવવામાં આવ્યો છે.

3 / 6
આ સિવાય દુબઈ મરિના, ડાઉનટાઉન દુબઈના ફાઉન્ડેશન વિસ્તાર, ભારતમાં પામ ડ્રાઈવ એમેરાલ્ડ હિલ્સ, ક્રિક હાર્બરમાં એક નવો પ્રોજેક્ટ, ઈજિપ્તમાં ટૂરિઝમ રિસોર્ટ, કિંગ અબ્દુલ્લા સિટી અને દુબઈ હિલ્સ એસ્ટેટમાં વોટરફ્રન્ટ હોમ્સ અને દુકાનો બનાવવામાં આવી છે.

4 / 6
એમ્માર ગ્રુપના આ સોદાથી રિયલ્ટી સેક્ટરમાં ગૌતમ અદાણીની કંપનીની સ્થિતિ વધુ મજબૂત બનશે. અદાણી ગ્રુપ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસમાં 24 મિલિયન સ્ક્વેર ફૂટ પ્રોપર્ટી છે. કંપની 61 મિલિયન સ્ક્વેર ફીટ એરિયા પર કન્સ્ટ્રક્શન વર્ક કરી રહી છે.

5 / 6
અદાણી ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી વિલ્મરના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો છે. અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી એનર્જીના શેરમાં 3 ટકાનો ઉછાળો આવ્યો છે.

6 / 6
અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડનો સમાવેશ થાય છે. ત્યારે અદાણી ગ્રુપને લગતી તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">