Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: મેન્ટલ હેલ્થ બગાડી રહ્યા છે હાઈ હીલના સેન્ડલ..જાણો શું છે હાઈ હીલનું મગજ સાથે કનેક્શન?

અભ્યાસ દર્શાવે છે કે જે સ્ત્રીઓ દરરોજ હાઈ હીલ્સ પહેરે છે તેઓ સામાન્ય ફ્લેટ ફૂટવેર પહેરતી સ્ત્રીઓ કરતાં 3 ગણા વધુ તણાવ અને પીઠનો દુખાવો સહન કરે છે.

| Updated on: Mar 21, 2025 | 1:43 PM
હાઈ હીલ્સ પહેરવી ભલે એ એક ફેશન હોય, પરંતુ શું તમને ખબર છે તેની અસર માત્ર પગ પર જ નહીં પરંતુ મન પર પણ પડી શકે છે? એક નવો અભ્યાસ દર્શાવે છે કે હાઈ હીલ્સ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ઊંચી એડીના ચપ્પલ પહેરવાથી મહિલાઓની ચાલ ધીમી પડી શકે છે, સંતુલન બગડી શકે છે અને ઘૂંટણ અને કરોડરજ્જુ પર વધારાનું દબાણ આવે છે.

1 / 6
મળતી માહિતી મુજબ હાઈ હીલ્સ પહેરવાથી મહિલાઓ વધુ આકર્ષક લાગે છે. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે, જે ડોપામાઇન અને સેરોટોનિન જેવા 'ફીલ ગુડ' હોર્મોન્સનું સ્તર વધારે છે. પરંતુ જો હાઈ હીલ્સ સતત પહેરો છો અને તેનાથી તમને પીડા કે અસહજ લાગી રહ્યું છે તો તે તણાવ અને ચિંતાનું કારણ પણ બની શકે છે. તે આગળ જણાવે છે કે કેટલીક સ્ત્રીઓમાં હાઈ હીલ્સ પહેરવાની આદત બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરનું કારણ બની શકે છે, જેમાં તે સ્ત્રી તેના દેખાવને લઈને વધુ પડતી ચિંતિત રહેવા લાગે છે.

2 / 6
અભ્યાસ દર્શાવે છે કે જે સ્ત્રીઓ દરરોજ હાઈ હીલ્સ પહેરે છે તેઓ સામાન્ય ફ્લેટ ફૂટવેર પહેરતી સ્ત્રીઓ કરતાં 3 ગણા વધુ તણાવ અને પીઠનો દુખાવો સહન કરે છે. આનું કારણ એ છે કે જ્યારે શરીર સતત પીડામાં હોય છે, ત્યારે મગજ કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનને વધુ છોડે છે, જે મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને ચિંતા વધારી શકે છે.

3 / 6
ઘણા ફેશન અને સેલ્ફ ઇમેજ નિષ્ણાતો માને છે કે હાઈ હીલ્સ પહેરવાથી શક્તિશાળી વ્યક્તિત્વની છાપ પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈ હીલ્સ પહેરતી મહિલાઓ વધુ આત્મવિશ્વાસુ, આકર્ષક અને પ્રભાવશાળી માનવામાં આવે છે પણ તેનાથી પગ પર વધુ દબાણ આવે છે અને પગથી લઈને કરોડરજ્જુ સુધી દુખાવાનું કારણ બની શકે છે.

4 / 6
નિષ્ણાંતના જણાવ્યા મુજબ  જ્યારે આપણે આપણને ગમતી વસ્તુ પહેરીએ છીએ, ત્યારે આપણું મગજ તેને 'પોઝિટિવ સ્ટિમ્યુલસ' તરીકે ઓળખે છે અને ડોપામાઈન છોડે છે જેનાથી આત્મવિશ્વાસ વધે છે. પરંતુ જો હાઈ હીલ્સ પહેરવાથી લાંબા સમય સુધી અસ્વસ્થતા અનુભવાય છે, તો તે મનમાં નકારાત્મક સંકેતો મોકલવાનું શરૂ કરે છે જે થાક, સ્ટ્રેસ અને મૂડ ખરાબ થવાનું પણ કારણ બને છે.

5 / 6
જો તમે હીલ પહેરવાના શોખીન છો તો આ ટિપ્સ ફોલો કરો : યોગ્ય હીલ પસંદ કરો. હંમેશા પહોળી અને ટૂંકી હીલ પહેરો, જે સંતુલન જાળવી રાખે છે. હીલ્સમાં સમય મર્યાદિત કરો. આખો દિવસ પહેરવાને બદલે ખાસ પ્રસંગોએ જ હાઈ હીલ્સ પહેરો. તેમજ હીલ્સ અવાર-નવાર પહેરવાની જરુર પડે છે તો પગની કસરત કરો. પગ અને પીઠ માટે સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરો.

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">