AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, જાણો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?

કેન્સરની ગાંઠ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ જો સમય રહેતા તેની સારવાર કરવામાં આવે તો તેનો સામનો કરી શકાય છે. જો શરીરમાં કોઈ એબ્નોર્મલ ગાંઠ હોય તો તેને નજર અંદાજ ન કરી શકાય. સમયસર તપાસ અને સારવારથી કેન્સરને શરૂઆતથી પકડી શકાય છે.

શરીરમાં કેન્સરની ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, જાણો તેની ઓળખ કેવી રીતે કરવી અને તેનાથી બચવાના ઉપાયો શું છે?
| Updated on: Mar 21, 2025 | 4:37 PM
Share

કેન્સરની ગાંઠની ઓળખ કરવામાં તેના કેટલાક ચોક્કસ લક્ષણો મદદ કરી શકે છે. શરૂઆતમાં કેન્સરની ગાંઠમાં કોઈ દુખાવો નથી થતો પરંતુ જેમ-જેમ આ ગાંઠ મોટી થાય છે તેમ, તેમા દુખાવો થવા લાગે છે.

અસામાન્ય ગાંઠ: શરીરમાં કોઈ જગ્યાએ અચાનક કોઈ ગાંઠ વિકસીત થવા લાગે અને તેમાં વૃદ્ધિ થતી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરને બતાવવુ જરૂરી છે.

હાર્ડ અને સ્ટેબલ ગાંઠ: કેન્સરની ગાંઠ સામાન્ય રીતે હાર્ડ અને સ્ટેબલ હોય છે. જ્યાર અન્ય ગાંઠો મુલાયમ અને ફરતી રહેતી હોય છે.

ચામડી નો રંગ બદલવો: જે જગ્યાએ ગાંઠ થઈ હોય તે હિસ્સાની ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે. એ પણ એક સંકેત હોઈ શકે છે કે ગાંઠ કેન્સર સંબંધિત છે.

દુખાવો થવો: શરૂઆતની અવસ્થામાં ગાંઠમાં દર્દ નથી થતો, પરંતુ જેમ-જેમ ગાંઠ વધે છે, તે આસપાસની પેશીઓ પર દબાણ લાવે છે. જેનાથી દુખાવો થાય છે.

કેન્સરની ગાંઠ ફુટી જવાથી શું થાય છે?

કેન્સરની ગાંઠ ફુટવાથી સ્થિતિ બહુ ગંભીર થઈ શકે છે. ગાંઠ ફુટવાથી ઈન્ટરનલ બ્લિડીંગ થઈ શકે છે અને આસપાસની પેશીઓ ફાટી શકે છે. આ ઉપરાંત કેન્સરના સેલ્સ અનેય બોડી પાર્ટ્સમાં ફેલાઈ શકે છે. જેનાથી મેટાસ્ટેસિસ કેન્સરના ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી જો કોઈને કેન્સરની ગાંઠ ફુટવાનુ અનુભવાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકાય છે.

શરીરના ક્યા ભાગો પર કેન્સરની ગાંઠ થાય છે?

બ્રેસ્ટ મહિલાઓમાં બ્રેસ્ટમાં ગાંઠ થવી એક નોર્મલ સમસ્યા છે. આ સ્થિતમાં બ્રેસ્ટનો શેપ બદલાઈ શકે છે. તેમા ગાંઠ અનુભવાય છે અને નિપલમાંથી લોહી નીકળે છે.

ડોક

ગળામાં લસિકા ગાંઠો અથવા થાઇરોઇડમાં ગાંઠ વિકસીત શકે છે. આ પણ કેન્સરનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

પેટ અને આંતરડા

પેટમાં ગાંઠ કે આંતરડામાં કેન્સર થઈ શકે છે.

સ્કિન

સ્કિન પર અસામાન્ય ગાંઠ કે ફોલ્લીઓ કેન્સરનું સંકેત હોઈ શકે છે.

ફેફસા

ફેફસામાં કેંસર મુખ્ય રીતે જે લોકો ધુમ્રપાન કે દારૂનુ સેવન કરે છે.

કેન્સરનું નિદાન કેવી રીતે કરી શકાય છે?

જો શરીરમાં કોઈ અસામાન્ય ગાંઠ અનુભવાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર શોધવા માટે વિવિધ પરીક્ષણો અને તપાસ કરવામાં આવે છે:

1. બાયોપ્સી: બાયોપ્સીમાં, ગાંઠના નાના નમૂના લેવામાં આવે છે અને લેબમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કેન્સરને ઓળખવાની સૌથી અસરકારક પદ્ધતિ છે.

2. તબીબી પરામર્શ: તમે ડૉક્ટરની સલાહ લઈને તમારી સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન મેળવી શકો છો.

3. નિયમિત તપાસ: નિયમિત આરોગ્ય તપાસ દ્વારા, તમે સમયસર કેન્સર ની ઓળખ કરી શકો છો અને તેનાથી બચી શકો છો.

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">