Momos Recipe : મેંદાના લોટ વગર જ ઘરે બનાવો બજાર જેવા મોમોઝ
મોટાભાગના લોકોને બજારનું ચટપટું ખાવાનું પસંદ હોય છે. ત્યારે મોમોઝ પણ ભારતના યુવાનોને ખૂબ પસંદ હોય છે. પરંતુ વારંવાર બજારના મેંદાના લોટ વાળા મોમોઝ ખાવાથી નુકસાન થાય છે. તો આજે ઘરે જ ઘઉંના લોટથી કેવી રીતે મોમો બનાવી શકાય તેની રેસિપી જણાવીશું.

મોમોઝ તિબેટીયન ડિશ હોવા છતા ભારતમાં બધા જ લોકોને પસંદ આવતી વાનગી છે. મોમોઝ બનાવવા માટે ઘઉં, કોબીજ, ડુંગળી, ગાજર, લસણ, આદુ, કાલી મિર્ચ, લાલ મરચું, સોયા સોસ, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. તેમાં થોડુ- થોડું પાણી નાખીને લોટ બાંધી લો. ત્યારબાદ તેને ઢાંકીને થોડીવાર રાખી લો.

હવે કોબીઝ, ડુંગળી, આદુ, લસણ, ગાજર સહિતના વેજિટેબલ ઝીણી કાપી લો. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી લો. તેમાં સમારેલી ડુંગળી, આદુ અને લસણ નાખો. જેમાં ક્રશ કરેલા તમામ વેજિટેબલ નાખો.

હવે તેમાં સોયા સોસ, કાળી મિર્ચ અને લાલ મરચું નાખીને સારી રીતે પકાવી લો. તમામ શાકભાજી મિક્સ કરીને તેને પ્લેટમાં કાઢી લો. હવે લોટમાંથી નાના લુઆ બનાવી લો, તેને મોમોઝ જેવા આકાર આપી તેમાં સ્ટફિંગ ભરી લો.

ત્યારબાદ મોમોઝમાં જો સ્ટીમર ન હોય તો મોટા વાસણમાં પાણી ઉકાળીને તેમાં પણ સ્ટીમ કરી શકો છો. તેમાં વેજ મોમોઝ તૈયાર થયા છે. તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
