ગુજરાતીમાં 35થી વધુ ગીત ગાનાર સિંગરે કુલ 8000 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો, આવો છે પરિવાર
અલકા યાજ્ઞિકના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. તમને જણાવી દઈએ કે, આતંકવાદી ઓસામા બિન લાદેન પણ તેના ગીતો સાંભળવાનો શોખીન હતો.

2 નેશનલ એવોર્ડ અને 7 ફિલ્મફેર એવોર્ડ જીતનાર અલકા યાજ્ઞિકે માત્ર 14 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં 16 ભાષાઓમાં 2000થી વધુ ગીતો ગાયા છે. જો આપણે 90ના દાયકાની મેલોડી ક્વીન વિશે વાત કરીએ, તો તેમણે ખુબ મોટું નામ કમાયું છે.

ગુજરાતી પરિવારમાં જન્મ થયો, ગુજરાતીમાં 35થી વધુ ફિલ્મોમાં અવાજ આપનાર અલકા યાજ્ઞિકના પરિવાર વિશે જાણો

પોતાના સુરીલા અવાજથી બધાનું દિલ જીતી લેનાર બોલિવૂડની ફેમસ ગાયિકા અલકા યાજ્ઞિક દર વર્ષે 20 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવે છે. છેલ્લા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહેલી અલકા યાજ્ઞિકે ઘણા બોલિવૂડ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

20માર્ચ 1966ના રોજ કોલકાતામાં એક ગુજરાતી પરિવારમાં જન્મેલી અલ્કાના અવાજના આજે દુનિયાભરમાં ચાહકો છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી અલ્કાએ તેની માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યું અને ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.

1988નું વર્ષ અલકા યાજ્ઞિક માટે ખૂબ જ ખાસ હતું. આ એ જ સમય હતો જ્યારે તેમનું ગીત 'એક દો તીન' સુપરહિટ થયું હતું. તેના વિશે ચારે બાજુ ચર્ચા થઈ હતી.

પોતાના પ્રોફેશનલ લાઈફની સાથે સાથે, અલકા યાજ્ઞિક પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે.તેમણે 1989માં શિલોંગ સ્થિત ઉદ્યોગપતિ નીરજ કપૂર સાથે લગ્ન કર્યા હતા.અલકા યાજ્ઞિક અને તેના પતિની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

બંને પહેલી વાર રેલ્વે સ્ટેશન પર મળ્યા હતા, ત્યારબાદ તેઓ મિત્ર બન્યા અને ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

અલકા મોટાભાગનો સમય મુંબઈમાં રહે છે, જ્યારે તેમના પતિ નીરજ શિલોંગમાં તેમનો બિઝનેસ સંભાળે છે. બંને સમય કાઢીને ક્યારેક એકબીજાને મળવા પણ જાય છે. એકબીજાથી દૂર હોવા છતાં, અલકા અને નીરજ વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. બંનેને એક દીકરી પણ છે, તેના પણ લગ્ન થઈ ચૂક્યા છે.

અલકા યાજ્ઞિક અને નીરજને એક પુત્રી, સાયશા છે. જે મુંબઈમાં માતા સાથે રહે છે. અલ્કા મુંબઈના રેસ્ટોરન્ટ બોવેડા બિસ્ટ્રોની માલિક છે. સાયશા કપૂર પરિણીત છે. તેમણે 33 વર્ષની ઉંમરે અમિત દેસાઈ સાથે લગ્ન કર્યા છે.

અલકા યાજ્ઞિક કહી ચૂકી છે કે તે એક તેજસ્વી વિદ્યાર્થી હતી પરંતુ તેને અભ્યાસ પસંદ નહોતો. તેમણે સિંગર બનવાની કારકિર્દી પસંદ કરી અને સફળ રહી છે.

તમને જણાવી દઈએ કે, બોલીવુડની જાણીતી સિંગર અલકા યાજ્ઞિક એક ગંભીર બીમારીનો શિકાર બની છે.અલ્કા યાજ્ઞિકની સાંભળવાની શક્તિ ગુમાવી છે એટલે કે, સિંગર યોગ્ય સાંભળી શકતી નથી.

સિંગરે તેની 4 દાયકા લાંબી કરિયરમાં 8000 થી વધુ ગીતો ગાયા છે. તે ટીવી રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં પણ જોવા મળી ચૂકી છે.ગાયક લાંબા સમયથી ગાયકીની દુનિયામાં સક્રિય છે અને વિશ્વભરમાં તેના ચાહકો છે.

યાજ્ઞિક સૌથી સફળ મહિલા પ્લેબેક ગાયકો અને કલાકારોમાંની એક છે, અને તેમણે બોલીવુડ કારકિર્દીમાં મોટી સંખ્યામાં મહિલા સોલો ગીત ગાયા છે. તે સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયામાં જજ તરીકે પણ દેખાઈ હતી.ઉદિત નારાયણ સાથે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સમાં મહેમાન તરીકે જોવા મળી હતી.

અલકા યાજ્ઞિકના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. તમને જણાવી દઈએ કે, આતંકવાદી ઓસામા બિન લાદેન પણ તેના ગીતો સાંભળવાનો શોખીન હતો.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































