Nails Cutting : રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે !
ગુજરાતી સંસ્કૃતિ અને હિંદુ માન્યતાઓ અનુસાર રાત્રે નખ કાપવા અશુભ ગણાય છે. આ પાછળ વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર,અને પરંપરા અનુસાર જુદા-જુદા કારણો છે.ઘરના વડીલો ઘણીવાર રાત્રે નખ ન કાપવાની સલાહ આપે છે. ચાલો જાણીએ કે રાત્રે નખ કાપવા શુભ છે કે અશુભ. રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ?

પરંપરાગત અને ધાર્મિક માન્યતાઓ : માન્યતા છે કે રાત્રે નખ કાપવાથી મહાલક્ષ્મી નારાજ થાય છે, જેનાથી ઘરમાં ધનસંપત્તિ અને સુખ-શાંતિમાં ઘટાડો થાય. કેટલાક ધર્મગ્રંથો અનુસાર, રાત્રે નખ કે વાળ કાપવાથી આર્થિક નુકસાન થતું હોય છે.

જુના જમાના માં વીજળી ન હોવાથી રાત્રે નખ કાપતી વખતે ઈજા થવાની શક્યતા વધુ હતી છે. તેથી મોટા લોકો પોતાના સંતાનોને રાત્રે નખ ન કાપવાની સલાહ આપતા, જે આધુનિક યુગમાં પણ પરંપરા બની ગઈ.

વિજ્ઞાન અને તર્કયુક્ત કારણો : રાત્રે પ્રકાશ ઓછો હોય, તેથી નખ ગંદા રહેવાની શક્યતા વધુ હોય છે, અંધકારમાં જો નખ કાપતી વખતે હાથ કે અંગ પર કાપો પડી જાય, તો ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે.

પ્રાચીન સમયમાં લોકો હાથથી કામ કરતા અને કપાયેલા નખ અનાજના કણમાં ભળી જાય તો તે ખોરાક જાય તો નુકશાન થાય છે

વૈદિક વિજ્ઞાન અનુસાર : રાત્રે શરીર શાંતિમય સ્થિતિમાં રહે છે. રાત્રે નખ કાપવાથી ઉર્જા ક્ષેત્ર (Energy Field) માં વિક્ષેપ આવે છે, જેનાથી માનસિક અશાંતિ અને ઊંઘ પર અસર પડી શકે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર, ગુરુવાર અને શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. તેમાં પણ વિવિધ કારણો છે:

મંગળવાર – મંગળ ગ્રહને શસ્ત્ર અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે નખ કાપવાથી આરોગ્ય અને શક્તિમાં ઘટાડો થાય છે.

ગુરુવાર – ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરૂ ગ્રહને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી લાભ અને ધનસંપત્તિમાં ઘટાડો થઈ શકે છે.

શનિવાર – શનિ દેવ ધીરજ અને કર્મફળના પ્રતિક છે. માન્યતા મુજબ, શનિવારે નખ કાપવાથી શનિની અશુભ અસર થઈ શકે છે, જે જીવનમાં વિઘ્નો લાવી શકે છે.યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર, ગુરુવાર અને શનિવારે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. તેમાં પણ વિવિધ કારણો છે:

શુભ સમય : બુધવાર અને શુક્રવાર આ દિવસો શુભ ગણાય છે. સવાર અને બપોર બાદનો આ સમયે પ્રકાશ પૂરતો હોય છે અને શારિરિક ઉર્જા પણ સ્થિર હોય છે. લોકપ્રચલિત માન્યતા : રાત્રે નખ કે વાળ કાપવાથી ગરીબી અને દુર્ભાગ્ય વધે છે, માતા-પિતાએ આ નિયમ બાળકોને હિત માટે શીખવ્યો, જે આજ સુધી માન્ય છે. Photos Credit: Getty Images
(Disclaimer : આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Tv9 gujarati કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
