Sabarkantha : પાર્લરમાં મહિલા ગ્રાહકના રુપમાં ઘુસી ત્રણ મહિલા, પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ ફરાર, જુઓ CCTV વીડિયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ મહિલાઓએ એક બ્યુટી પાર્લરની સંચાલકને વિશ્વાસમાં લઈને સોનાનો દોરો લઈ ફરાર થઈ ગઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ મહિલાઓએ એક બ્યુટી પાર્લરની સંચાલકને વિશ્વાસમાં લઈને સોનાનો દોરો લઈ ફરાર થઈ ગઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિલા ચોરોની ચતુરાઈથી પાર્લરની સંચાલક છેતરાઈ
પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા અંબર સિનેમા રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ બ્યુટી પાર્લરમાં ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક બનીને પહોંચી. તેઓએ પહેલા સામાન્ય વાતચીત કરી અને પાર્લરની સેવા માટે પૂછપરછ કરી.
જ્યારે સંચાલિકા તેમની સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક મહિલાએ માતાજીની વાતો શરૂ કરી. ધાર્મિક વાતોથી સંચાલિકાનું ધ્યાન ભટકાવી તેને વિશ્વાસમાં લઈ લીધો. માતાજીના આશીર્વાદ અને શુભ સમય અંગે વાતચીત દરમિયાન, સંચાલકને સમજાવ્યું કે જો તે પોતાનો સોનાનો દોરો ઉતારી અને માતાજીના નામે રાખે તો તેના માટે શુભ થશે.
વિશ્વાસમાં લઈ દોરો પડાવ્યો અને છળપૂર્વક ભાગી ગઈ
વિશ્વાસમાં આવી પાર્લરની સંચાલકે પોતાના ગળામાંથી સોનાનો દોરો કાઢીને મહિલાને આપ્યો. દોરો હાથમાં લીધા બાદ, મહિલાઓએ માહોલ વાતચીતમાં બદલીને તરત જ પાર્લરમાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સંચાલકે તેમનો ઈરાદો સમઝી લીધો, પણ તે દરમિયાન ત્રણે મહિલાઓ ઝડપથી પાર્લર બહાર નીકળી અને ફરાર થઈ ગઈ.
CCTV ફૂટેજમાં કેદ, પોલીસ ફરિયાદ નોંધાઈ
બ્યુટી પાર્લરમાં લાગેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાઓ કઈ રીતે પ્લાનિંગ કરીને ચોરીને અંજામ આપે છે અને પાર્લરમાંથી નીકળી જાય છે.
ઘટનાની જાણ થતાં પાર્લરની સંચાલકે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસના અધિકારીઓએ CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ મહિલાઓની ઓળખ માટે શોધખોળ હાથ ધરી છે અને તેઓ ક્યાંના છે, કેવી રીતે આવ્યા, અને ચોરી પછી ક્યાં ભાગ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.