ખેડૂતોને જમીન સંપાદનનુ વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત કરવાનો આદેશ
35 વર્ષનો સમય થઈ ગયો હોવા છતા, ખેડૂતોને જમીન સંપાદનનું વળતર નહીં ચૂકવાતા, વડોદરાની કોર્ટે, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશ્નર અમિત અરોરાની ઓફિસની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત કરવાનો આદેશ કર્યો છે. એટલુ જ નહીં, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીની કચેરીનું ફર્નિચર પણ જપ્ત કરવાનો હુકમ કર્યો છે.
સરદાર સરોવર નર્મદા પરિયોજના અંતર્ગત જમીન સંપાદન કરાયાના 35 વર્ષ સુધી ખેડૂતોને તેમની કૃષિલક્ષી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવ્યું નહોતું. આથી ખેડૂતો યોગ્ય ન્યાય મેળવવા માટે અદાલતમાં ગયા હતા. વડોદરા કોર્ટે, મોટી કાર્યવાહી કરતા, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના કમિશનર અને આઈએએસ અધિકારી અમિત અરોરાની ઓફિસની ખુરશી, કોમ્પ્યુટર અને સીપીયુ જપ્ત કરવામાં આવ્યા છે. ખેડુતોને જમીન સંપાદનનું વળતર ના ચુકવતા IAS અધિકારી અમિત અરોરાની ખુરશી જપ્ત કરાઈ છે. અમિત અરોરાની ખુરશીની સાથે કોમ્પ્યુટર અને સીપીયુ પણ જપ્ત કરાયા છે.
વડોદરામાં સરકારનાં નર્મદા નિગમની મિલ્કત જપ્તીનો આદેશ કરાયો છે. વડોદરા સિવિલ કોર્ટની ટીમે નિગમની કચેરીનું ફર્નિચર જપ્ત કર્યું છે. ખેડૂતોને 30 કરોડનું વળતર ના ચુકવતા ડભોઇ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નિગમની મિલકત જપ્ત કરી વળતર વસુલવા કોર્ટે હુકમ કર્યો છે. નર્મદા નિગમ કચેરીનું ફર્નિચર જપ્ત કરી વળતર ચુકવાશે. 35 વર્ષથી લડત લડતાં ખેડુતોને ન્યાય મળ્યાનો અહેસાસ થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમની મિલ્કત જપ્તીનો કોર્ટે આદેશ કર્યો હતો. ડભોઇ તાલુકાનાં ખેડુતોને જમીન સંપાદનનું વળતર નથી ચૂકવાયું.
ગુજરાતભરના નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.