Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાન પકડાવ્યા, ઉઠક બેઠક કરાવી, નવસારી જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોની શાન ઠેકાણે લાવી, જુઓ Photos

ગુજરાત પોલીસે 100 કલાકના વિશેષ અભિયાનમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. નવસારીમાં 132 આરોપીઓને LCB કચેરીમાં બોલાવી ચેતવણી આપવામાં આવી છે. સાથે ઉઠક બેઠક પણ કરાવી હતી.

| Updated on: Mar 20, 2025 | 4:46 PM
ગુજરાતમાં અસામાજિક તત્ત્વો પર નિયંત્રણ લાવવા માટે 100 કલાકના વિશેષ અભિયાન હેઠળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

1 / 7
નવસારી જિલ્લાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને LCB કચેરી ખાતે બોલાવી, જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા સમજાવવામાં આવ્યું. પોલીસ સ્પષ્ટ ચેતવણી આપી કે "ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો," નહીંતર કાયદાકીય કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવશે.

2 / 7
દારૂ, જુગાર, મારામારી, ખંડણી, વ્યાજખોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા 132 જેટલા પુરુષ અને મહિલાઓને LCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા.

3 / 7
પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આ તત્વોને અલ્ટિમેટ આપીને કહ્યું કે જો તેઓ સુધરશે નહીં તો કડક કાયદાકીય પગલાં લઈને જેલમાં મોકલવામાં આવશે. આ પગલાંથી સ્થાનિક સ્તરે ભયનું વાતાવરણ ઉભું કરવાનું હેતુ છે જેથી સામાન્ય નાગરિકો સલામત મહેસૂસ કરે.

4 / 7
અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી અને તોડફોડની ઘટનાઓ બાદ રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોને સીધા દોરવાનું અભિયાન શરૂ થયું હતું. હવે, આ અભિયાન જિલ્લા કક્ષાએ પણ વેગ પામ્યું છે.

5 / 7
નવસારી જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને તમામને ભેગા કરી શિસ્તમાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે કાન પકડાવી માફી પણ મગાવી.

6 / 7
આપેલા સમજન બાદ પણ જો કોઈ આરોપી સુધરશે નહીં તો કાયદાની કડક શખ્તાઈ કરીને તેમને જેલભેગા કરવામાં આવશે. "ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો" આ સૂત્ર સાથે ગુજરાત પોલીસે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે, જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને શાંતિનો માહોલ સર્જાશે.

7 / 7

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">