Surat : હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતના હજીરા - પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે દારુના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતના હજીરા – પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે દારુના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વલસાડના એક વ્યક્તિ પાસેથી દારુનો જથ્થો લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીકઅપ ટેમ્પોમાં ચોરખાનામાં અને પાછળ જૂના ટાયરો વચ્ચે દારુનો જથ્થો છૂપાયો હતો. દારુનો જથ્થો મંગાવનારા શખ્સનો સંપર્ક થાય તે પહેલા જ બંન્ને આરોપી ઝડપાયા છે. પોલીસે કુલ 6 લાખ 17 હજાર 936નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડના વ્યક્તિ તેમજ અન્ય એક શખ્સની શોધખોળ શરુ કરાઈ છે.
દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
મહત્વનું છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતા ફરી એક વાર સુરતમાંથી દારુનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમબ્રાન્ચે 6 લાખ 17 હજાર 936નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી અનુસાર બુટલેગરો પીકઅપ ટેમ્પોમાં ચોરખાના પાછળ જૂના ટાયકો વચ્ચે દારુનો જથ્થો છૂપાયો હતો. પોલીસે દારુના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.