નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ વર્ષ 2019 થી ભારત સરકારના નાણા મંત્રી છે. આ સાથે, તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.
નિર્મલા સીતારમણ 2016 થી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ 2014 થી 2016 સુધી આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. નાણા મંત્રાલય પહેલા, નિર્મલા 2017 થી 2019 સુધી દેશના 28માં રક્ષા મંત્રી તરીકે સેવા આપી હતી.
તેમણે 2014 અને 2017 વચ્ચે મોદી સરકારના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 2022 માટે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 36મા ક્રમે હતી. ફોર્ચ્યુને તેને ભારતની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓળખાવી હતી.
નિર્મલા સીતારમણ 2008માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 સુધી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યાં હતા. 2014 માં, તેમને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.