આવક વેરો
આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે.
જુદા જુદા કરદાતાઓ માટે અલગ અલગ કર હોય છે. આ કરનો દર તેમની આવક પર આધાર રાખે છે. આ માટે સરકાર દ્વારા સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. કરપાત્ર આવકમાં વધારો થતાં ટેક્સનો દર વધી શકે છે.
કંપનીઓ પર લાદવામાં આવતા ટેક્સને કોર્પોરેટ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આવકવેરો સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત છે. તેનો ઉપયોગ જાહેર સેવાઓને ભંડોળ આપવા, સરકારી જવાબદારીઓ માટે ચૂકવણી કરવા અને નાગરિકો માટે સામાન પૂરો પાડવા માટે થાય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, ઘણા રાજ્ય અને સ્થાનિક અધિકારક્ષેત્રો પણ વેરો લાદે છે.