કોલ્ડપ્લે કોન્સર્ટ પહેલા અમદાવાદમાં હોટેલ અને ફ્લાઈટના ભાવ આસમાને- Video
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો લાઇવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ કારણે શહેરમાં હોટલના ભાવ આસમાને છે, લગ્ન સીઝનને કારણે પણ હોટલો ભરેલી છે. એરલાઇન્સે પણ ફ્લાઇટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે. રેલ્વેએ કોન્સર્ટ માટે બે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ કારણે અમદાવાદની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે.
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. ત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આભને આંબી રહ્યા છે. બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો બુક છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છે. શહેરમાં સતત આવા આયોજનોને કારણે હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે.
તો બીજી તરફ ભારતીય રેલવેએ કોન્સર્ટ માણવા આવનાર લોકોની સગવડ માટે 2 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે જે 26 અને 27 તારીખે રાત્રે અમદાવાદથી ઉપડીને મુંબઇના બાંદ્રા ટર્મિનલ પહોંચશે
કોલ્ડપ્લેના કોન્સર્ટને હોટલનાં ભાંડા આભને આંબી રહ્યા છે તેવું નથી, એરલાઇન્સે પણ કોન્સર્ટનાં દિવસો દરમિયાન અમદાવાદ સુધીની ઉડાનોનાં ભાડામાં ધરખમ વધારો કર્યો છે. દિલ્લી, મુંબઈ અને બેંગલોર જેવા શહેરોથી લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચવા ટિકિટો બુક કરવતા. એરલાઇન્સનાં ભાડામાં પણ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.
Input Credit- Ronak Varma- Ahmedabad