અમદાવાદમાં ધાર્મિક અને સર્જનાત્મક્તાના સમન્વય સમો યોજાશે ત્રિદિવસીય મીનીકુંભ, અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન- Video
અમદાવાદમાં 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન મિની કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં 11 કુંડી યજ્ઞ, મંદિરોના જીવંત દર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સનાતન ધર્મ સાથે જોડવાનો અને સર્વ ધર્મ સમભાવ પ્રોત્સાહન આપવાનો છે.
પ્રયાગરાજમાં સનાતનના સૌથી મોટા પર્વ સમાન મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. જેમા દેશ વિદેશમાંથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ મીનીકુંભનું આયોજન થવા જઈ રહ્યુ છે. જેની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મીનીકુંભમાં અનેક અલગ અલગ કાર્યક્રમો યોજાશે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહ કરશે. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યું છે. કરોડો શ્રદ્ધાળુઓ રોજ આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. હવે અમદાવાદમાં પણ મીની કુંભ યોજાઈ રહ્યો છે. આ મીનીકુંભમાં 3 દિવસ સુધી અલગ અલગ અનેક કાર્યક્રમ યોજાશે. વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય જોવા મળશે.
આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગાસ્નાનની અનુભૂતિ કરાવાશે.
આધ્યાત્મિક મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને આગળ લઈ જઈ જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યા છે તેના બદલે ખરેખર સનાતન ધર્મ શું છે અને તેનો ઇતિહાસ શું છે તે વિશે સાચી માહિતી મેળવી શકે. ફક્ત ગ્રંથોને બદલે તેનું નાટક કે વિડીયો બતાવવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામની રૂચિ વધે છે. તેમજ સર્વ ધર્મ સમભાવના ઉદ્દેશ્ય સાથે તમામ જ્ઞાતિ સમાજના લોકો એક સાથે ભેગા થઈને યજ્ઞમાં પણ ભાગ લેશે, એટલે કે નાતજાતનો ભેદ ભૂલીને સૌ કોઈ સનાતની છીએ તે મંત્રને પુરવાર કરવા આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતનાં અને દેશનાં 11 જેટલાં મંદિરોનું ટેક્નોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે. જેમાં કેટલાંક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેક્નોલોજી એટલે કે વર્ચ્યૂઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે.
આધ્યાત્મિક મેળામાં લગભગ 2000 જેટલા સ્વયંસેવકો આર્થિક અને શ્રમદાન કરીને યોગદાન આપશે. તેમાં સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ પણ યથાશક્તિ ફાળો આપીને આ સંપૂર્ણ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે…આમ 3 દિવસ સુધી અમદાવાદમાં ખુબ જ આધ્યાત્મિક વાતાવરણ સર્જાશે.
Input Credit- Ronak Varma- Ahmedabad