આજનું હવામાન : ગુજરાતવાસીઓને ઠંડીથી મળશે રાહત ! અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધે તેવી શક્યતા છે. બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાવાથી તાપમાનમાં વધારો થઈ શકે છે.
કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. રાજ્યમાં 23 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં 23 અને 24 તારીખે વાદળો છવાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, છાટોઉદેપુર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાટણ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આજે ભરૂચ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.