International Women’s Day: ભારતના રમત-ગમત ઈતિહાસની તે 8 મહિલાઓ જેમણે બદલી દેશની વિચારસરણી, બતાવ્યો નવી દુનિયાનો રસ્તો

8 માર્ચ મહિલા દિવસ છે. આ ખાસ અવસર પર આજે અમે તમને રમત-ગમતની દુનિયાની 8 મહિલાઓની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જેઓ માત્ર હિંમત અને તાકાતનું ઉદાહરણ નથી, પરંતુ દેશભરની મહિલાઓને તેમના જેવી બનવાની પ્રેરણા પણ આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 9:57 AM
8 માર્ચ મહિલા દિવસ છે. આ ખાસ અવસર પર આજે અમે તમને રમત-ગમતની દુનિયાની 8 મહિલાઓની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જેઓ માત્ર હિંમત અને તાકાતનું ઉદાહરણ નથી, પરંતુ દેશભરની મહિલાઓને તેમના જેવી બનવાની પ્રેરણા પણ આપે છે.

8 માર્ચ મહિલા દિવસ છે. આ ખાસ અવસર પર આજે અમે તમને રમત-ગમતની દુનિયાની 8 મહિલાઓની વાત જણાવવા જઈ રહ્યા છીએ. જેઓ માત્ર હિંમત અને તાકાતનું ઉદાહરણ નથી, પરંતુ દેશભરની મહિલાઓને તેમના જેવી બનવાની પ્રેરણા પણ આપે છે.

1 / 9
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ભારતમાં રૂઢિચુસ્ત વિચારસરણીને પડકારનારી ખેલાડી તરીકે ઓળખાય છે. ભારત માટે છ ગ્રાન્ડ સ્લેમ જીતનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવા માટે સ્કર્ટ પહેરવા બદલ તે ટ્રોલ થઈ છે. જો કે આ બધું હોવા છતાં સાનિયાએ ક્યારેય હાર ન માની અને પોતાની રમતથી દેશભરમાં પરિવર્તનનો પ્રકાશ ફેલાવ્યો. બે વર્ષ પહેલા માતા બન્યા પછી તે ટેનિસની દુનિયામાં પાછી ફરી અને હવે તે સુપરમોમ તરીકે ઓળખાય છે.

2 / 9

ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડવાનો શ્રેય વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીને જાય છે. આંધ્ર પ્રદેશના સ્ટાર ખેલાડીએ વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમને વર્ષ 1995માં રાજીવ ગાંધી ખેલ રત્ન અને વર્ષ 1999માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

3 / 9
ભારતની પેરાલિમ્પિયન દીપા મલિક માત્ર મહિલા ખેલાડી તરીકે જ નહીં, પરંતુ વ્યક્તિત્વ તરીકે પણ એક ઉદાહરણ છે. વર્ષ 2016માં તેણે પેરાલિમ્પિક ગેમ્સમાં શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દીપા મલિકે તેના શરીર પર અનેક સર્જરી કરાવી છે. જેના કારણે તેને વ્હીલચેર પર બેસવાની ફરજ પડી છે. જો કે તે તેમની મજબૂરી નથી. તેણે પોતાની જાતને દરેક રીતે સાબિત કરી છે. જેના કારણે તે માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ દરેક માટે પ્રેરણા છે.

4 / 9
2010ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સાઈના નેહવાલના રૂપમાં એક મહિલા બેડમિન્ટન ખેલાડી મળી. જે દેશની કરોડો છોકરીઓ માટે પ્રેરણા બની. ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીએ દેશની ઘણી છોકરીઓને બેડમિન્ટનની રમતને કારકિર્દી તરીકે લેવા માટે પ્રેરણા આપી. આજે દેશની ઘણી બેડમિન્ટન એકેડમીમાં લાખો છોકરીઓએ તેમના જેવા બનવાનું નક્કી કર્યું છે.

5 / 9
ભારતીય બોક્સર ટેસ્ટ એમ.સી. મેરી કોમની વાત આજે દેશનું દરેક બાળક જાણે છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે મણિપુરના એક નાના ગામમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. માતા બન્યા બાદ તેણે રિંગમાં પરત ફરીને નવો દાખલો બેસાડ્યો છે. તેમણે દેશની નવી પેઢીને પ્રેરણા આપી છે. આજે દેશના દરેક યુવા બોક્સર મેરી કોમ બનવાનું સપનું જુએ છે.

6 / 9

ભારતીય એથ્લેટ પીટી ઉષાને દેશની 'ઉડતી પરી' કહેવામાં આવે છે. તે દેશની પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા બનવાની ખૂબ નજીક હતી. 1980ના દાયકામાં તે એશિયાની સૌથી સફળ રમતવીર બની હતી. આ દરમિયાન તેણે કુલ 23 મેડલ જીત્યા જેમાંથી 14 ગોલ્ડ મેડલ હતા. પીટી ઉષાએ દેશની ઘણી છોકરીઓને રમતગમતની દુનિયામાં આવવા માટે પ્રેરણા આપી અને ખાતરી આપી કે તે વિશ્વની દરેક સફળતા હાંસલ કરી શકે છે. તેમના પછી દેશને દુતી ચંદ અને હિમા દાસ જેવા સ્ટાર્સ મળ્યા.

7 / 9

મિતાલી રાજના નામને ક્રિકેટની દુનિયામાં કોઈ ઓળખની જરૂર નથી. આજે મહિલા ક્રિકેટરોને ઘણી ઓળખ મળી રહી છે. જો કે થોડાં વર્ષો પહેલા સુધી મિતાલી એ નામોમાં અગ્રણી હતી, જેનાથી દેશમાં મહિલા ક્રિકેટ જાણીતી હતી. છ વર્લ્ડ કપ રમી ચુકેલી આ ખેલાડીએ વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચો રમી છે અને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કર્યા છે.

8 / 9
દીપા કર્માકર અને અદિતિ અશોક બે એવી ખેલાડી છે, જેમણે ભલે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યો ન હોય પરંતુ બે એવી રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું, જેના વિશે ચાહકોને કોઈ આશા નથી. વર્ષ 2016માં જિમ્નાસ્ટિક્સમાં દીપા કર્માકર ચોથું સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે પછી દેશમાં આ રમતની લોકપ્રિયતા વધી હતી. જ્યારે 2021માં ટોક્યો ઓલિમ્પિકના થોડાં વર્ષો પછી એવું જ બન્યું હતું. જ્યારે અદિતિ અશોકના પ્રદર્શન બાદ દેશએ ગોલ્ફમાં ભવિષ્ય જોવાનું શરૂ કર્યુ.

9 / 9

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">