મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોમાં કંઈક મોટું થવાનું છે ? શેરબજારના આ ઐતિહાસિક આંકડાએ આપ્યા મોટા સંકેત

મહારાષ્ટ્ર ચૂંટણી અથવા કોઈ પણ મોટા રાજકીય ઘટનાક્રમ શેર બજારની સ્થિતિ પર ઘણા પ્રભાવ નાખતો હોય છે. પસંદગીના પરિણામો અને પ્રથમ ઘટનાઓ રોકાણકારોનો રૂખ અને બજાર પર સારી અસર કરે છે. તારીખ 23 નવેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્રની મત ગણતરી છે. જેમાં મત ગણતરીના આગળના દિવસે 2024ની ચૂંટણીમાં ઐતિહાસિક ફેરફાર આવ્યો છે જે મતગણતરીના પરિણામો અંગે એક મોટો સંકેત આપે છે. ત્યારે આ સમગ્ર બાબતે Nifty 50 index ના આંકડા અનુસાર સમગ્ર બાબત સમજીએ.

| Updated on: Nov 22, 2024 | 9:30 PM
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે 20 નવેમ્બરે મતદાન થયું, જેમાં કુલ 288 બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યમાં સરેરાશ મતદાન ટકાવારી 65.11% રહી, જે 1995 પછીનું સૌથી ઊંચું છે. મહારાષ્ટ્રના મુંબઇ શહેરમાં મતદાન ટકાવારી 52.65% રહી, જ્યારે મુંબઇ ઉપનગરમાં 56.39% નોંધાઈ. અન્ય વિસ્તારોમાં આ આંકડો વધુ રહ્યો છે. મતગણતરી 23 નવેમ્બરે યોજાશે. મહત્વનું છે કે આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં, ભાજપે કુલ 148 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આ સંખ્યા રાજકારણમાં અન્ય મુખ્ય પક્ષો કરતાં વધારે છે. ભાજપે તેના મહાયુતિ સાથીઓ સાથે મળીને આ બેઠકો માટે પોતાની રણનીતિ ઘડેલી છે, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 80 બેઠકો પર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીએ 53 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

1 / 11
ભારતમાં કોઈ પણ ચૂંટણી હોય પરંતુ તેની નાની કે મોટી અસર સીધી શેર માર્કેટ પર પડતી હોય છે. ત્યારે 2024ની વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે પણ કઈક આવી જ ધારણા સામે આવી રહી છે. 1999 થી અત્યાર સુધીની ચૂંટણીની વિગત તપાસવામાં આવે તો આખો ચિતાર સ્પષ્ટ થશે કે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષની જીતવાની સીધી અસર મતગણતરીના દિવસે કેવી રીતે થતી હોય છે.

2 / 11
અહીં ચૂંટણીને લગતા આંકડા એટલે કે 1999 થી 2024 સુધી જયારે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાઇ ત્યારે તેના આગળના દિવસે શેર બજારમાં શું સ્થિતિ સર્જાઇ તેને લઈ Analysis આપવામાં આવ્યું છે. 1999 થી 2019 સુધીના Nifty 50 index ના પરફોર્મન્સના આંકડા અહીં આપવામાં આવ્યા છે. જેમાં મતગણતરીના આગળના દિવસે બજારની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. Nifty ના ડેટા 1996 થી મળે છે. જેથી અહીં 1999 ની ચૂંટણીના આંકડા વડે Analysis કરવામાં આવ્યું છે.

3 / 11
મહારાષ્ટ્ર વિધાનસભાના છેલ્લા 5 પરિણામોની વાત કરવામાં આવે તો તેમાં UPA ની સરકાર બની રહી છે. જેને સૌથી વધુ 2004 માં 152 સીટ મળી હતી. ખાસ 1999 ની ચૂંટણીની વાત કરવામાં આવે તો 14 ઓકટોબર 1999 ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની મતગણતરી યોજાઇ હતી. જોકે તેના આગળ દિવસે માર્કેટ 12.45 પોઈન્ટ એટલે કે 0.84 ટકા ઉપર હતું. અને મતગણતરીના દિવસે માર્કેટ ફક્ત 8.90 પોઈન્ટ એટલે કે 0.59 ટકા વધ્યું હતું. ત્યારે પરિણામમાં UPA ની સરકાર બની હતી અને કોંગ્રેસના CM વિલાસરાવ દેશમુખ બન્યા હતા. આ દરમ્યાન UPA ને 146 અને NDA ને 131 સીટ મળી હતી. આ સમય દરમ્યાન કોંગ્રેસ અને NPA નું ગઠબંધન ચાલતું હતું અને બીજી તરફ ભાજપ અને શિવસેના જેમાં 2009 સુધી ભાજપ મોટાભાઇ તરીકે રહ્યું હતું. એટલે કે ભાજપનો દબદબો વધુ હતો. આંકડા જોતાં સ્પષ્ટ જણાય છે કે કોંગ્રેસની જીત છતાં માર્કેટમાં એટલો મોટો ફરક જોવા મળ્યો ન હતો.

4 / 11
ત્યાર બાદ 2004 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 13 ઓકટોબર 2004 ના રોજ મતગણતરી હતી અને ત્યારે સરકાર UPA ની બની હતી. જેમાં CM કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ બીજીવાર બન્યા હતા. ત્યારે મતગણતરીના આગળ દિવસે માર્કેટના આંકડા તરફ નજર કરવામાં આવે તો, આ દિવસે માર્કેટ 20.85 પોઈન્ટ એટલે કે 1.15 ટકા નીચે ગયું હતું. આ સમયે પણ સરકાર UPA ની હતી. જેમાં UPA ને 152 સીટ મળી હતી અને NDA ને 128 સીટ મળી હતી.

5 / 11
2009 માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ચૂંટણીમાં પણ સરકાર UPAની બની હતી. જેમાં કોંગ્રેસના CM અશોક ચૌહાણ બન્યા હતા. જોકે આ ચૂંટણીનું જયારે 22 ઓકટોબર 2009 ના રોજ પરિણામ આવ્યું તેના આગળના દિવસે માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળ્યા હતા. એટલે કે માર્કેટ લગભગ 50.85 પોઈન્ટ એટલે કે 1 ટકા જેટલું નીચે ગયું હતું. જોકે આ બાદ પરિણામના દિવસે માર્કેટ હજી પણ નીચે ગયું અને લગભગ 75 પોઈન્ટ એટલે કે 1.48 ટકા જેટલું નીચે ગયું હતું. આ ચૂંટણીમાં પણ UPA ને 144 અને NDA ને ફક્ત 90 સીટ મળી હતી. એટલે કે UPA સરકાર બનવા સમયે સતત એનલિસીસી અનુસાર માર્કેટ નીચે ગયું.

6 / 11
હવે 2014 માં મોદી લહેર આવી. જ્યારથી કેન્દ્રમાં સત્તા બદલાઈ અને માર્કેટનો મૂડ પણ બદલાયો. આ સમગ્ર બાબત ઊંડાણપૂર્વક સમજીયએ તો મહારાષ્ટ્રની આ વિધાનસભા ચૂંટણીમાં NDA ની સરકાર આવી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ CM બન્યા. અહીં ઇતિહાસમાં પ્રથમ વખતે ભાજપના CM મળ્યા હતા. હવે માર્કેટ તરફ નજર કરવામાં આવે તો સત્તા સાથે માર્કેટનું રૂખ પણ બદલાયેલું જોવા મળે છે. કારણ કે NDA ને 185 સીટ મળી હતી અને UPA ને ફક્ત 83 સીટ મળી હતી. આ તમામ સ્થિતિની જાણ શેર માર્કેટને આગળના દિવસે જ થઈ ગઈ હતી તેવી રીતે માર્કેટ વધ્યું હતું. 10 વર્ષ બાદ મતગણતરીના દિવસના આગળના દિવસે માર્કેટ લગભગ 31.50 પોઈન્ટ એટલે કે 0.41 ટકા પ્લસ થયું હતું. ઇતિહાસમાં ભાજપની સૌથી વધુ 122 સીટ મળી હતી. જોકે માર્કેટ જોતાં એમ કહી શકાય કે આ જીતની અસર આગળના જ દિવસે માર્કેટ પર થઈ. કારણ કે ભાજપની સરકાર આવવાની સંભાવનાઓ જોતાં માર્કેટ પ્લસમાં રહ્યું હતું.

7 / 11
હવે 2019 ની મહારાષ્ટ્ર ચૂંટણી પર નજર કરવામાં આવે તો, આ વખતે NDA ને 161 સીટ તો મી પરંતુ શિવસેના અને ભાજપ વચ્ચે CM ના મુદ્દે જે સમજૂથી થઈ હતી તે પડી ભાંગી હતી. મહત્વનું છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 56 સીટ મળી હતી, અને બાદમાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગંઠબંધન કરી સરકાર બનાવી હતી. હવે આ ઘટના તો બની. NDA ની સરકાર ને બહુમતી મળવાની હતી તેના કારણે ગણતરીના આગળના દિવસે શેર માર્કેટ ઉપર ઉઠ્યું હતું. 24 ઓકટોબર 2019 ના રોજ મત ગણતરી હતી અને તેના આગળના દિવસે માર્કેટ 15.75 પોઈન્ટ એટલે કે 0.14 ટકા વધ્યું હતું. જોકે બાદમાં ગણતરીના દિવસે મહારાષ્ટ્રના રાજકારણ માં CM પદને લઈ ખળભળાટ શરૂ થતાં NDA ની સરકાર નથી બનાવની તેવી જાણ માર્કેટને થતાં મતગણતરીના દિવસે માર્કેટ ધડામ થયું. એટલે કે 21.50 પોઈન્ટ એટલે કે લગભગ 0.19 ટકા જેટલું માર્કેટ મત ગણતરીના દિવસે નીચે પડ્યું.

8 / 11
અને હવે અંતિમ 2024 ની મતગણતરી અને તેની માર્કેટ પર શું અસર થશે તે ચિત્ર એક દમ શેર માર્કેટના Nifty 50 index ના મતગણતરીના દિવસની પેલાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. અત્યાર સુધીનું આપણે મત ગણતરીના દિવસના આગળના દિવસના આંકડા વિશે જોયું. જેમાં Analysis અનુસાર કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે આવી ત્યારે આગળના દિવસે માર્કેટ નીચે પડ્યું છે. અને જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી અને તેના આગળના દિવસે પણ માર્કેટ ઉપર રહ્યું હતું. એટલે કે આ આંકડા જોઈએ તો મત ગણતરીના આગળના દિવસે માર્કેટ સારી સ્થિતિમાં રહે તો કઇંક મોટું થવાના એંધાણ છે ! હવે આ 1999 થી અત્યા સુધીની સ્થિતિ અનુસાર આંકડાઓ પરથી 2004 ની વિધાનસભા ચૂંટણીના પરિણામનું અનુમાન માર્કેટના આધારે લગાવવામાં આવે તો મત ગણતરીના આગળ દિવસે શુક્રવારે માર્કેટ ઐતિહાસિક 557.35 પોઈન્ટ એટલે કે 2.39 ટકા ઉપર ગયું છે. આ વધારો ઐતિહાસિક છે.

9 / 11
માર્કેટની જે પ્રકારની સ્થિતિ છે તેના પરથી જણાય આવે છે કે હવે સત્તામાં કઈક મોટો ફેરફાર થઈ શકે છે ! મહત્વનું છે કે આ આંકડાઓ પરથી કેટલાક સવાલો પણ ઊભા થાય છે. શું માર્કેટ આવું જ છે જેમાં 2019 માં મોદીને 300 થી વધુ સીટ મળી હતી? મહારાષ્ટ્રની ચૂંટણી શેર માર્કેટમાં તે ખૂબ મહત્વની છે. તેનું કારણ છે કે, આખા દેશમાં સૌથી વધુ વોટર, સૌથી મોટી અર્થવ્યવસ્થા જેવી અનેક બાબતોમાં મહારાષ્ટ્ર આગળ છે. દેશની મુખ્ય કોર્પોરેટ કંપનીઓના તમામ હેડક્વાટર પણ મુંબઈ મહારાષ્ટ્રમાં છે. અને માર્કેટ પર ચૂંટણીની આ પ્રકારની અસર એટલે માટે થાય છે, કારણ કે જો કેન્દ્રમાં જે સરકાર છે એ જ પક્ષની સરકાર જો રાજ્યમાં આવે તો વિવિધ યોજનાઓ લાગુ કરવામાં સરળતા રહેતી હોય છે. અને અંતે રાજ્યનો અને દેશનો વિકાસ થાય છે. એટલે અંતમાં 2024 મહારાષ્ટ્ર વિધાનસભાની મત ગણતરીના આગળના દિવસે શેરબજારમાં આ ઐતિહાસિક ફેરફાર મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાના એંધાણનો વર્તારો આપે છે!

10 / 11
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">