ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ બાલ કેશવ ઠાકરે એક ભારતીય રાજકારણી અને મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી છે. તેઓ તેમના પિતા બાલ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી પાર્ટી શિવસેનાના પ્રમુખ પણ છે.
ઠાકરેનો જન્મ 27 જુલાઈ 1960 ના રોજ મુંબઈમાં બાલ ઠાકરે અને મીના ઠાકરે ને ત્યાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના બાલમોહન વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને જમશેદજી જીજેભોય સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક થયા. તેમણે 1988માં રશ્મિ પાટણકર સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. તેમના મોટા પુત્ર આદિત્ય ઠાકરે પણ શિવસેનાના નેતા છે, ઉદ્ધવ ઠાકરેને બે ભાઈઓ છે. તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. 2012 માં તેમના પિતા બાલ ઠાકરેના મૃત્યુ પછી, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની બાગડોર સંભાળી અને 2013 માં તેના અધ્યક્ષ બન્યા. 28 નવેમ્બર 2019 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.