એનડીએ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. એનડીએ એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનુંરાજકીય પક્ષોનું જોડાણ છે. એનડીએની રચના 1998 માં કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત સરકાર તેમજ 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર ધરાવે છે.
એનડીએના પ્રથમ અધ્યક્ષ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણીએ 2004માં એનડીએનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને 2014 સુધી સેવા આપી હતી. તેમના બાદ અમિત શાહ 2014થી એનડીએના અધ્યક્ષ છે. એનડીએના ગઠબંધને 1998 થી 2004 સુધી કેન્દ્રમાં શાસન કર્યું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન સત્તામાં પાછું આવ્યું હતું. એ સમયે 38.5 % નો સંયુક્ત મત હિસ્સો હતો. એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં, ગઠબંધન 45.43 %ના સંયુક્ત વોટ શેર સાથે તેની સંખ્યા વધારીને 353 બેઠકો સુધી પહોંચાડી હતી.