Women’s Health : આ ઉંમરે એગ ફ્રીઝિંગ કરાવી લો, જાણો કેટલો ખર્ચ થશે અને પ્રકિયા શું છે
એગ ફ્રીઝિંગ કરવાએ મહિલાઓ માટે મદદગાર છે. જે કરિયરના કારણે મોડા લગ્ન કરે છે. અનેક સેલિબ્રિટી પણ એગ ફ્રીઝિંગ કરાવી રહ્યા છે.પરંતુ આજે આપણે જાણીશું કે, આ એગ ફ્રીઝિંગ શું છે,

મહિલાને માતા બનવાનો અનુભવ અનોખો હોય છે.પરંતુ આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે અનેક સમસ્યાઓ થવા લાગી છે. મહિલાઓમાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા ખુબ સામાન્ય છે, આ ખરાબ લાઈફ સ્ટાઈલનું કારણ છે. કેટલીક વખત ગર્ભાશયમાં ઈંડા ન બનવાને કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા થાય છે પરંતુ આજકાલ એવી પણ ટેકનીક આવી છે. જેનાથી આ સમસ્યાથી તમે બચી શકો છો.

છેલ્લા કેટલાક વર્ષોમાં એગ ફ્રીઝિંગનો દર પણ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે.

હવે કોઈપણ સ્ત્રી લગ્ન પછી ગર્ભાવસ્થા માટે એગ ફ્રીઝિંગની સુવિધાનો લાભ લઈ શકે છે.

જેના માટે તમારે એગ ફ્રીઝિંગ કરાવવાની રહેશે. તો ચાલો આજે આપણે જાણીએ એગ ફ્રીઝિંગ શું છે તેમજ કઈ ઉંમરે એગ ફ્રીઝિંગ કરાવવું યોગ્ય રહેશે.

એગ ફ્રીઝિંગની પ્રક્રિયામાં, હોર્મોન્સની મદદથી અંડાશયને એગ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજીત કરવામાં આવે છે અને પછી પરિપક્વ એગને અંડાશયમાંથી દૂર કરવામાં આવે છે અને પ્રવાહી નાઇટ્રોજન બરાબર તાપમાને લેબમાં ઠંડું કરીને સુરક્ષિત રાખવામાં આવે છે.

જે મહિલાઓ મોડા લગ્ન કરવા માંગે છે, તેમના માટે એગ ફ્રીઝિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના માટે તેને ભવિષ્યમાં ઇંડા ફ્રીઝિંગ કરાવવું ખુબ જરુરી છે.આનાથી ભવિષ્યમાં એંગ ન બનવાને કારણે પ્રેગ્નેન્ટ ન થવાની સમસ્યા રહેતી નથી. ડોક્ટરો 24 એગ ફ્રીઝિંગ કરવાની સલાહ આપે છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે, એગ ફ્રીઝિંગ કરાવવાનો યોગ્ય સમય 20 થી 30 વર્ષ વચ્ચેનો હોય છે, કારણ કે, 30 વર્ષ બાદ એગની સંખ્યા ઓછી થઈ જાય છે. પરંતુ એગ ફ્રીઝિંગનો ખર્ચ ખુબ વધારે હોય છે. આ એગને અંદાજે 10 વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે.આનો ખર્ચ 1 લાખ રુપિયા સુધીનો હોય છે.

એપોલો ફર્ટિલિટીના ડૉ. મીનલ ચિદગુપકરે જણાવ્યું હતું કે જ્યારે સ્ત્રીનું એગ સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે ત્યારે તેને કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને ફ્રીઝમાં રાખવામાં આવે છે. જ્યારે મહિલાઓ ગર્ભધારણ કરવા માંગે છે ત્યારે આ એંગનો ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































