Breaking News : અભિનેતા ટાયગર શ્રોફને મળી જાનથી મારવાની ધમકી, 2 લાખ રુપિયાની સોપારી અપાઇ હતી
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકીભર્યા ફોન અને મેસેજ આવી રહ્યા છે. તેથી પોલીસ પણ સતર્ક બની ગઈ છે. અભિનેતા સલમાન ખાન પછી, વધુ એક પ્રખ્યાત અભિનેતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને આ માટે 2 લાખ રૂપિયાની સુુપારી પણ આપવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને પોલીસે આ અંગે કેસ પણ નોંધાયો છે.

આરોપી મૂળ પંજાબનો રહેવાસી
જેકી શ્રોફના પુત્ર અને અભિનેતા ટાઇગર શ્રોફને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. ખાર પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે, કે જેણે ખોટા સમાચાર ફેલાવ્યા હતા કે ટાઇગર શ્રોફને મારવા માટે 2 લાખની સુપારી આપવામાં આવી હતી. આરોપીનું નામ મનીષ કુમાર સુજિન્દર સિંહ છે અને તે મૂળ પંજાબનો રહેવાસી છે. તે 35 વર્ષનો છે.
2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો
મનીષે સોમવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી કે ટ્રિગ નામની સુરક્ષા કંપનીના કેટલાક લોકો અભિનેતા ટાઈગર શ્રોફને મારી નાખવાના છે. એટલું જ નહીં, આરોપી મનીષ કુમારે કંટ્રોલ રૂમને જણાવ્યું કે તેણે તેને અભિનેતા ટાઇગરને મારવા માટે હથિયારો અને 2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો.
આ ધમકીભર્યા ફોન કોલ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જોકે, જ્યારે પોલીસે હકીકતોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે મનીષ કુમારે કંટ્રોલ રૂમને ખોટી માહિતી આપી હતી. આ કેસમાં ખાર પોલીસે મનીષ કુમાર સુજિન્દર સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
View this post on Instagram
આ પહેલા અભિનેતા સલમાન ખાનને પણ કંટ્રોલ રૂમમાં આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. બાંદ્રામાં સલમાન ખાનના નિવાસસ્થાન બહાર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગુંડો લોરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયા દ્વારા હુમલાની જવાબદારી લીધી.
ટાઇગર શ્રોફ વિશે વધુ સમાચાર વાંચવા માટે તમે અહીં ક્લિક કરો