Rohit Sharma 10,000 T20 Runs: રોહિત શર્માએ હાંસલ કર્યો માઈલસ્ટોન, જાણો આ યાદીમાં કયા દિગ્ગજોનો સમાવેશ થાય છે

IPL 2022 : મહત્વનું છે કે રોહિત શર્માએ(Rohit Sharma) આ સિઝનમાં હજુ સુધી બેટ દ્વારા ખાસ પ્રદર્શન નથી કર્યું. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પણ લીગમાં પહેલી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:43 PM
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના બેટથી ભલે આ સિઝનમાં રન નિકળ્યા ન હોય પરંતુ તે ખૂબ જ ખાસ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો છે. રોહિત શર્માએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં T20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. (તસવીર-PTI)

1 / 5
રોહિત શર્માએ T20માં 10 હજાર રન પૂરા કરવા માટે 362 ઇનિંગ્સ રમી હતી. આ મેચ પહેલા તેને આ આંકડા સુધી પહોંચવા માટે માત્ર 25 રનની જરૂર હતી. તમને જણાવી દઈએ કે રોહિતે ટી20માં 6 સદી ફટકારી છે. (તસવીર-PTI)

2 / 5
ટી20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. આ દિગ્ગજ ખેલાડીએ 463 મેચમાં 14,562 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 22 સદી નીકળી છે. ગેલ બાદ શોએબ મલિક અને કિરોન પોલાર્ડના નામે 11 હજારથી વધુ રન છે. (ફોટો-AFP)

3 / 5
રોહિત શર્મા T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર વિશ્વનો માત્ર 7મો ખેલાડી છે. આ માઈલસ્ટોન સુધી પહોંચનાર તે માત્ર બીજા ભારતીય છે. તેની પહેલા વિરાટ કોહલીએ આ આંકડો સ્પર્શ કર્યો હતો. (ફોટો-Twitter)

4 / 5
એરોન ફિન્ચ અને વિરાટ કોહલીએ પણ 10,000 T20 રન પૂરા કર્યા છે. વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જે 40થી વધુની એવરેજથી આ આંકડા સુધી પહોંચ્યો છે. (ફોટોઃ RCB Twitter)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">