કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલ (Saurav Ghosal) એ ઈતિહાસ રચી દીધો છે. ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રીતે તે CWG ના ઇતિહાસમાં સિંગલ મેડલ જીતનાર ભારતનો પ્રથમ સ્ક્વોશ ખેલાડી બન્યો છે. સૌરવ ઘોસાલે બ્રોન્ઝ મેડલની મેચમાં યજમાન ઈંગ્લેન્ડના ખેલાડીને 3-0 થી હરાવ્યો હતો.