4,4,4,4,6,4,4…સ્મૃતિ મંધાનાએ સતત 7 બોલ પર બાઉન્ડ્રી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. મંધાનાએ સતત 7 બોલમાં બાઉન્ડ્રી ફટકારીને અજાયબી કરી નાખી હતી. આવો તમને જણાવીએ કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી આ ડાબા હાથની બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી.

| Updated on: Dec 19, 2024 | 8:24 PM
સ્મૃતિ મંધાનાનું બેટ દરેક મેચમાં ચાલી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની ત્રીજી મેચમાં મંધાનાએ કંઈક એવું કર્યું જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. આ ડાબા હાથની બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 7 બાઉન્ડ્રી ફટકારી હતી. સ્મૃતિ મંધાના સામાન્ય રીતે પરિસ્થિતિ અનુસાર રમે છે, તે માત્ર નબળા બોલને ફટકારે છે, પરંતુ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આ ખેલાડી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી.

1 / 5
સ્મૃતિ મંધાનાએ ત્રીજી અને ચોથી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી, મંધાનાને ચોથી ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઈક મળી અને બીજા બોલ પર ચોગ્ગો, ત્રીજા બોલ પર સિક્સર, ચોથા બોલ પર ચોગ્ગો અને પછી પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ રીતે મંધાનાએ સતત 7 બાઉન્ડ્રી ફટકારી હતી.

2 / 5
સ્મૃતિ મંધાનાએ ન માત્ર સતત 7 બાઉન્ડ્રી ફટકારી, આ સિવાય તેણે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી. મોટી વાત એ છે કે આ શ્રેણીમાં મંધાનાની આ ત્રીજી અડધી સદી છે. આ રીતે તેણે અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. મંધાનાએ પ્રથમ T20 મેચમાં 54 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં આ ખેલાડીએ 62 રનની ઈનિંગ રમી હતી.

3 / 5
સ્મૃતિ મંધાનાએ ત્રીજી T20માં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. મંધાના હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર ધરાવતી ખેલાડી બની ગઈ છે. મંધાનાએ T20 ક્રિકેટમાં 30 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે.

4 / 5
આટલું જ નહીં, સ્મૃતિ મંધાના T20 શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનારી પ્રથમ મહિલા ભારતીય ક્રિકેટર બની ગઈ છે. જો આપણે પુરૂષ અને મહિલા ક્રિકેટરોની વાત કરીએ તો વિરાટ કોહલીએ પણ વર્ષ 2016માં આ સિદ્ધિ મેળવી છે. (All Photo Credit : X / BCCI)

5 / 5
Follow Us:
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">