ભરૂચમાં ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ, બાળકીને એરલિફ્ટ કરાવા સુધીની ઝારખંડ સરકારની તૈયારી , જુઓ Video

ભરૂચમાં ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ, બાળકીને એરલિફ્ટ કરાવા સુધીની ઝારખંડ સરકારની તૈયારી , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2024 | 3:33 PM

ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી સાથે બે વાર દુષ્કર્મની ઘટના બાદ ઝારખંડ સરકારે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. પીડિતા ઝારખંડની વતની છે અને આરોપી પણ ઝારખંડનો જ છે. ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલીને પીડિતાને મળી અને તેમની સારવારની સમીક્ષા કરી. ગુજરાતમાં પ્રવાસી મજૂરોની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ભરુચમાં 10 વર્ષની સગીરા સાથે એક નહીં બે-બે વખત દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. ભરૂચના ઝઘડિયા GIDCમાં આ બાળકી પર દુષ્કર્મ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. ભોગ બનેલી બાળકીનો પરિવાર મૂળ ઝારખંડનો વતની છે. જેથી બાળકીના પરિવારને મળ્યા બાદ ઝારખંડના મહિલા મંત્રીએ સવાલો ઉઠાવ્યા છે.આ દુષ્કર્મની ઘટના બાદ ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ ગુજરાત મોકલી અને તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી.

ઝારખંડની ટીમે પીડિતાની સારવારની સમીક્ષા કરી

ઝારખંડ સરકારે મોકલેલી ટીમે વડોદરામાં પીડિતાની ચાલી રહેલી સારવાર અંગે સમીક્ષા કરી. આ પીડિતા મૂળ ઝારખંડની છે. જો કે, દુષ્કર્મી આરોપી પણ ઝારખંડનો જ છે. બાળકીને મળ્યા બાદ ઝારખંડના આ મહિલા પ્રધાને ગુજરાતમાં સુરક્ષા પર, આરોગ્ય સેવાઓ પર અને મજૂરીની સુવિધાઓ સામે સવાલો ઉઠાવ્યા છે.

નોંધનીય છે કે બાળકી પર બળાત્કાર કરનાર આરોપી પણ મૂળ ઝારખંડનો જ વતની છે. જો કે આ મુદ્દે ઝારખંડના મહિલા મંત્રીએ જણાવ્યું હતું કે અપરાધ કરનારનો કોઈ ધર્મ, જાતિ કે રાજ્ય નથી હોતું. પરંતુ જો ગુજરાતમાં પ્રવાસી મજૂરો સાથે આવું કંઈ ઘટે તો તે જોવાની જવાબદારી ગુજરાત સરકારની છે. કોવિડ સમયે પણ ગુજરાતમાં ઝારખંડના લોકોને યોગ્ય સારવાર ન મળ્યાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે બાળકીની સારવાર માટે સોરેન સરકારે 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે અને જો ગુજરાત બહાર સારી સારવાર મળી શકે તેમ હોય તો બાળકીને એર લિફ્ટ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

હાલ પીડિત બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. જો કે હાલ આ અંગે વધુ ખુલાસા કરવાનું તેમણે ટાળ્યું હતું. પહેલા ભરૂચમાં બાળકી પર એક સર્જરી થઈ હતી. હાલત ખૂબ ગંભીર હતી. તેથી વડોદરા તેને ખસેડાઈ છે.

શું હતી સમગ્ર ઘટના ?

સમગ્ર વિગત જોઇએ તો ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરીકામ કરી જીવનનિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં બાજુમાં રહેતો વિજય પાસવાન નામનો શખ્સ ઘુસી ગયો. વિજય ઘરમાંથી 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દીવાલની પાછળ નિર્જન સ્થળે લઇ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું. જે બાદ આરોપી વિજય બાળકીને તરછોડીને ફરાર થઇ ગયો. બાળકીની માતા મજૂરી પરથી ઘરે આવી ત્યારે બાળકી જોવા ન મળતા તેમણે શોધખોળ આદરી. જે દરમિયાન કોલોનીની દીવાલ પાછળથી પુત્રીનો કણસવાનો અવાજ સંભળાતા માતાએ પડોશીઓની મદદથી પુત્રીને શરૂઆતમાં GIDCમાં આવેલા દવાખાને અને બાદમાં ભરૂચ સિવિલ ખસેડી હતી. બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી જેલમાં ધકેલ્યો. આરોપી વિજય બે સંતાનનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે.

g clip-path="url(#clip0_868_265)">