Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ , પોલીસ પર ખુલ્લી તલવારથી હુમલો કરવાની ધમકી આપતો વીડિયો વાયરલ- Video

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ પોલીસ પર તલવારથી હુમલાની ધમકી આપવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ કર્મચારીઓ ડરી ગયા હોય તેમ દેખાયા છે. આ ઘટનાએ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને પ્રકાશમાં લાવી છે. બાપુનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Dec 19, 2024 | 3:21 PM

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસ જાણે પાંગળી બની ગઈ છે. અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું છે. જુઓ આ વીડિયો કે જેમાં લુખ્ખાઓ તલવાર સાથે પોલીસને આપી રહ્યા છે ધમકી.

રખિયાલમાં લુખ્ખાઓનો ત્રાસ

રખિયાલમાં જાણે તેમનું રાજ ચાલતું હોય એમ આ લુખ્ખાઓ પોલીસની કાર પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને મારવાની ધમકી આપે છે. ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ” અને પોલીસ પણ જાણે તેમનાથી ડરતી હોય એમ કોઈપણ પ્રતિકાર કર્યા વગર મુંગા મોઢે તમાશો જુએ છે. લુખ્ખાઓ પોલીસને તેમની જ વાનમાં બેસાડી દરવાજો બંધ કરી ઘટનાસ્થળ છોડી જતા રહેવા કહે છે અને પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી છે. અમદાવાદની આવી પોલીસને પાવર આપવાની જરૂર છે.

પોલીસની નિષ્ક્રિયતાનો પર્દાફાશ

રખિયાલમાં લુખ્ખાની દાદાગીરી જોઇ પોલીસ જે રીતે નાસી છૂટી છે તેનાથી અનેક સવાલ ખડા થાય છે. સવાલ છે કે શું અમદાવાદની પોલીસ આ રીતે પેટ્રોલિંગ કરે છે ? શું અમદાવાદની પોલીસ લુખ્ખાઓથી ડરે છે ? શું આ રીતે નાગરિકોની સુરક્ષા કરશે પોલીસ ?

હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની
ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય
મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?
સુનિતા વિલિયમ્સને લઈ મોટા સમાચાર ! પૃથ્વી પર પાછા ફરવાને લઈ આવી માહિતી
Elaichi water Benefits : ડાયાબિટીસ માટે મળી ગયો રામબાણ ઈલાજ, આ રીતે બનાવો એલચીનું પાણી
Alum and Turmeric Benefits : ફટકડી અને હળદરના મિશ્રણથી દુર થશે શરીરની આ 7 સમસ્યા

ધરપકડની કાર્યવાહી

અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વીડિયો સામે આવ્યા બાદ બાપુનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે કે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે રખિયાલ તેમ બાપુનગર એમ બંને પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">