Year Ender 2024 : Tata Curve EVથી લઈને Lexus LM સુધી…2024માં લોન્ચ થઈ એકથી એક ચડિયાતી કાર
આ વર્ષે ભારતીય કાર બજારમાં નવી પેઢીની મારુતિ સ્વિફ્ટ ડીઝાયર અને મહિન્દ્રા થાર રોક્સ સહિત ઘણી કાર લોન્ચ કરવામાં આવી હતી. આ સિવાય 2024માં કેટલીક નવી કાર પણ આવી જેણે નવા સેગમેન્ટ શરૂ કર્યા. આ સિવાય કેટલીક લક્ઝરી કાર કંપનીઓએ પણ પોતાની પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી. ત્યારે 2024માં લોન્ચ થયેલી કાર પર એક નજર કરીએ.

Kia Sonet Facelift : આ વર્ષનું પ્રથમ મોટું અપડેટ 2024 કિયા સોનેટ ફેસલિફ્ટ હતું. તેને નવી ડિઝાઇન અને અપડેટેડ ઇન્ટિરિયર સાથે રજૂ કરવામાં આવી હતી. એન્જિનને અપડેટ્સ અને 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સના વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા અને લેવલ-2 ADAS અને પાવર્ડ ડ્રાઇવર સીટ જેવા ફીચર્સ છે. આ કારની કિંમત 7.99 લાખથી 15.76 લાખ (એક્સ-શોરૂમ) છે.

Hyundai Creta Facelift : આ વર્ષે Hyundaiએ Creta SUV કારનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. તેની ડિઝાઇન, ઇન્ટિરિયર અને ફીચર લિસ્ટમાં સૌથી વધુ અપડેટ જોવા મળ્યા હતા. 2024 ક્રેટાને વધુ પાવરફુલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી. 160 નવી Cretaમાં ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ અને લેવલ-2 ADAS જેવા ફીચર્સ છે. આ કારની કિંમત રૂપિયા 11 લાખથી રૂ. 20.30 લાખ (એક્સ-શોરૂમ) છે.

Maruti Suzuki Swift : ચોથી જનરેશન મારુતિ સ્વિફ્ટ આ વર્ષે મે મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. તેને અપડેટેડ એક્સટીરીયર અને ઈન્ટીરીયર અને 9 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને વાયરલેસ ફોન ચાર્જર જેવા નવા ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. 2024 સ્વિફ્ટમાં નવું 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 82 PS પાવર અને 112 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની કિંમત રૂ. 6.49 લાખથી રૂ. 9.59 લાખ (એક્સ-શોરૂમ) છે.

Tata Punch EV : 2024માં ટાટા મોટર્સે પંચ EV નામની તેની માઇક્રો એસયુવી કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું. તેની ડિઝાઇન ICE સંચાલિત પંચ જેવી જ છે અને તેમાં બે બેટરી પેક છે, જે 25 kWh અને 35 kWhના છે. ફુલ ચાર્જમાં તેની રેન્જ 421 કિલોમીટર સુધીની છે. પંચ EV મોટી 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ અને વાયરલેસ ફોન ચાર્જર જેવી સુવિધાઓ સાથે આવે છે. તેની કિંમત રૂ. 10 લાખથી રૂ. 14.29 લાખ (એક્સ-શોરૂમ) છે.

BYD seal : BYD એ ભારતમાં તેની ત્રીજી કાર તરીકે seal ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી છે. તેમાં બે બેટરી પેક વિકલ્પો અને રીઅર-વ્હીલ-ડ્રાઈવ અને ઓલ-વ્હીલ-ડ્રાઈવ કન્ફિગરેશનમાં ઓફર કરવામાં આવ્યું છે. BYD સીલ ટોપ મોડલમાં 82.5 kWh બેટરી પેક સાથે ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર સેટઅપ છે, જેનું પાવર આઉટપુટ 530 PS અને 670 Nm છે. ફુલ ચાર્જ પર તેની રેન્જ 580 કિલોમીટર સુધીની છે. તેમાં ફરતી 15.6-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક ગ્લાસ રૂફ, 8 એરબેગ્સ અને લેવલ-2 ADAAS જેવી સુવિધાઓ છે. તેની કિંમત રૂ. 41 લાખથી રૂ. 53 લાખ (એક્સ-શોરૂમ) છે.

Mahindra XUV 3XO : મહિન્દ્રાએ આ વર્ષે XUV 3XO લોન્ચ કર્યું હતું જે XUV 300 સબ-4 મીટર SUV કારનું ફેસલિફ્ટ વર્ઝન છે. XUV 3XOને ડિઝાઇન અપડેટ્સ, વધુ પ્રીમિયમ ઇન્ટિરિયર્સ અને નવા ટર્બો-પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. પેનોરેમિક સનરૂફ ઉપરાંત તેમાં મોટી 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને લેવલ-2 ADAS જેવી સુવિધાઓ છે. તેની કિંમત રૂ. 7.79 લાખથી રૂ. 15.49 લાખ (એક્સ-શોરૂમ) છે.

Maruti Suzuki Dzire : તાજેતરમાં મારુતિ સુઝુકીએ ભારતમાં નવી પેઢીની ડીઝાયર લોન્ચ કરી છે. તેને નવી ડિઝાઇન અને અપડેટેડ ઇન્ટિરિયર સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં સ્વિફ્ટ કારનું નવું 82 PS/112 Nm 1.2-લિટર 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. 9-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર, સિંગલ-પેન સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ જેવા નવા ફીચર્સ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. મારુતિએ ડીઝાયરનું CNG વર્ઝન પણ લોન્ચ કર્યું છે, જેનું પાવર આઉટપુટ 70 PS છે. તેની કિંમત રૂ. 6.79 લાખથી રૂ. 10.14 લાખ (એક્સ-શોરૂમ) છે.

Tata Curve EV : ટાટા મોટર્સે સૌપ્રથમ કર્વનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું અને બાદમાં ICE સંચાલિત પેટ્રોલ અને ડીઝલ એન્જિન વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા. કર્વ EVમાં 45 kWh બેટરી પેક સાથે 150 PS/215 Nm સિંગલ ઇલેક્ટ્રિક મોટર અને 55 kWh બેટરી પેક સાથે 167 PS/215 Nm સિંગલ ઇલેક્ટ્રિક મોટર છે. કર્વ EVની રેન્જ 585 કિલોમીટર સુધીની હોવાનું કહેવાય છે. તેની કિંમત રૂ. 10 લાખથી રૂ. 19 લાખ (એક્સ-શોરૂમ) છે.

Mahindra Thar Rocks : આ વર્ષે મહિન્દ્રાએ તેની સૌથી ફેમસ થાર રોક્સ લોન્ચ કરી છે. તે થાર 3 ડોર મોડલ જેવી જ ડિઝાઇન ધરાવે છે, જોકે તેને કેટલાક અપડેટ્સ સાથે લોન્ચ કરાઈ છે, જેમાં નવી 6-સ્લેટ ગ્રિલ, LED હેડલાઇટ્સ અને C-આકારના LED DRLનો સમાવેશ થાય છે. તે 2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને 2.2-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. તેમાં ડ્યુઅલ 10.25-ઇંચ ડિસ્પ્લે, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને લેવલ-2 ADAS જેવી સુવિધાઓ છે. તેની કિંમત 12.99 લાખ રૂપિયાથી 22.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

Lexus LM : 2024માં બુકિંગ શરૂ કર્યા પછી લેક્સસે આખરે આ વર્ષે જ ભારતમાં LM પ્રીમિયમ MPV કાર લોન્ચ કરી. તે ટોયોટા વેલફાયરનું લક્ઝુરિયસ વર્ઝન છે અને તેને બે સીટિંગ કન્ફિગરેશન 4 સીટર વેરિઅન્ટ અને 7 સીટર વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે. Lexus LMમાં 2.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન છે, જે 250 PSનો પાવર આપે છે. તેમાં રિક્લાઈનિંગ ઓટ્ટોમન સીટો, 23-સ્પીકર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને આગળ અને પાછળના ભાગ વચ્ચે 48-ઈંચનું ટીવી છે. તેની કિંમત રૂ. 2.10 કરોડથી રૂ. 2.50 કરોડ (એક્સ-શોરૂમ) છે. (Image - cardekho.com)
યર એન્ડરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































