લ્યો બોલો.. નવસારીમાં મળી નકલી હોસ્પિટલ, જુઓ નટવરગીરીના નકલી કારસ્તાનનો Video
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલીની બોલબાલા છે. નવસારી એસ ઓ જી પોલીસે જિલ્લામાંથી નકલી ડોક્ટર અને બોગસ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે. બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરે હોસ્પિટલ શરૂ કરી હતી અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ને બોલાવીને સારવાર પણ કરવામાં આવતી હતી.
બોગસ ની બોલબાલાના કારણે સરકારી તંત્રની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં પોલીસે ઝોલા છાપ બોગસ ડોક્ટર સામે અભિયાન ઉપાડ્યું છે, જેમાં અત્યાર સુધી નવ જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
ડીગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો
નવસારી ના સાતેમ ગામે એસ ઓ જી પોલીસે બોગસ ડોક્ટરે આયુર્વેદિક હોસ્પિટલ ખોલી હતી. શિવ આયુર્વેદિક હોસ્પિટલ ના નામે વેદ નટવરગીરી ગોસ્વામી ડોક્ટર બની એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો આરોપી વેદ નટવરગીરી પાસે એલોપેથી ડીગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો આરોપી નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઘટના સ્થળેથી દવા અને મેડિકલ સાધનો મળી ₹2,69,000 નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
વેદ નટવરગીરીની પોલીસે ધરપકડ કરી
વેદ નટવરગીરી એ સાત બેડની હોસ્પિટલ પણ બનાવી હતી જેમાં અન્ય કન્સલ્ટન્ટને પણ બોલાવીને સારવાર કરાવતો હતો. એલોપેથી પ્રેક્ટિસનલ ના નિયમો તેમજ હોસ્પિટલ રજીસ્ટ્રેશન ના નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં વેદ નટવરગીરીની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે મેડિકલ એસોસિએશન પણ આવા જોલાછાબ ડોક્ટરો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે..
હોસ્પિટલમાં એમ.એસ ઓર્થો ડોક્ટર પણ સેવા આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું
નવસારી જિલ્લામાં ઝોલા છાપ ડોક્ટર સામેની કાર્યવાહીમાં જિલ્લા પોલીસે 9 જેટલા ગુનાઓ દાખલ કર્યા છે. સાતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતા નટવરગીરીની ધરપકડ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં એમ.એસ ઓર્થો ડોક્ટર પણ સેવા આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ડોક્ટરને ભગવાન સમાન ગણતા લોકો સાથે છેતરપિંડી કરનાર નટવરગીરી સામે કાયદાનો કોરડો વેચવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં આરોગ્ય વિભાગને તપાસ સોંપવામાં આવી છે અને આયુર્વેદના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતા અને કેટલા લોકોની સર્જરી કરવામાં આવી છે તે સમગ્ર ઘટનાક્રમના તપાસ વધુ તથ્ય બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
(With Input – Nilesh Gamit, Navsari)