AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Benefits : શિયાળામાં દૂધ પીવાની સાચી રીત કઈ છે? જાણો નિષ્ણાતના જવાબ

Milk Benefits : કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા જરુરી ન્યૂટ્રીએટ્સ દૂધમાં મોટી માત્રામાં જોવા મળે છે. આ પીવાથી નબળા હાડકાંમાં જીવન આવે છે સ્નાયુઓ મજબૂત થાય છે અને શરીર પણ એક્ટિવ રહે છે. પરંતુ દૂધ પીવાની સાચી રીત કઈ છે તે જાણો એક્સપર્ટ પાસેથી..

| Updated on: Dec 19, 2024 | 1:53 PM
Share
Milk in Winters: શિયાળામાં દૂધ પીવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે માત્ર શરીરને હૂંફ આપે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. દૂધને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન A, B12, D, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફેટ જેવા પોષક તત્વો મળી આવે છે. પરંતુ શિયાળામાં દૂધ પીવાની સાચી રીત કઈ છે?

1 / 5
શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય આહાર નિષ્ણાત પ્રિયા પાલીવાલ કહે છે કે, શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે વધારાની એનર્જીની જરૂર પડે છે અને દૂધ આ જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરે છે. પરંતુ તમારે આ સિઝનમાં દૂધ પીવાની સાચી રીત વિશે જાણવું જોઈએ તો જ તમને તેનો પૂરો ફાયદો મળશે.

2 / 5
દૂધ પીવાના ફાયદા શું છે? : રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં વિટામિન B12 હોય છે. જે વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાચન માટે પણ ફાયદાકારક છે.

3 / 5
દૂધ પીવાની સાચી રીત કઈ છે? : પ્રિયા પાલીવાલ કહે છે કે શિયાળાની ઋતુમાં ઠંડુ દૂધ ન પીવાનું ધ્યાન રાખો. જો તમે શિયાળાની ઋતુમાં હૂંફાળું દૂધ પીશો તો તે તમને શરદીથી તો બચાવશે જ સાથે-સાથે તમારી પાચનક્રિયા પણ સુધારે છે. ઠંડા હવામાનમાં એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર અથવા થોડું મધ ઉમેરો. આ રોગપ્રતિકારક શક્તિને વધારશે.

4 / 5
સારી રીતે ફિલ્ટર કરો : શિયાળામાં દૂધ પીતા પહેલા તેને સારી રીતે ગાળી લો અને થોડી વાર ઉકળવા દો. તેનાથી દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. જો કે કેટલાક લોકોને દૂધ પીવામાં સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો એલર્જીથી પીડાઈ શકે છે, જ્યારે કેટલાક લોકોમાં લેક્ટોઝ ની એલર્જી થઈ શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે. જો કે આવી કોઈપણ સમસ્યાના કિસ્સામાં એક વખત સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">