કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
1 / 5
મીની વેકેશન હોય ત્યારે મોટાભાગના લોકોને બહાર ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ યોગ્ય માહિતી ન હોવાથી આસપાસના સ્થળોની મુલાકાતમાં જ હજારો રુપિયા ખર્ચી નાખતા હોય છે. જ્યારે એટલા જ ખર્ચમાં પ્લાનીંગ સાથે વિદેશ યાત્રા થઈ શકે છે. તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં નેપાળના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.
2 / 5
ભારતથી નેપાળ તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે જઈ શકો છો. ટ્રેન મારફતે નેપાળ જતા ઘણો સમય લાગે છે. જેથી ફ્લાઈટ મારફતે નેપાળ જવુ વધારે લાભદાયક છે. નેપાળના કાઠમંડુમાં પહોંચી તમે હોટલ કે ધર્મશાળામાં આરામ કરી શકો છો. ત્યારબાદ Swayambhunath અને પશુપતિનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. બીજા દિવસે તમે Boudhanath Stupa અને Bhaktapur Durbar Squareની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે Patan Durbar Square મુલાકાત લઈ અમદાવાદ પરત ફરી શકો છો.
3 / 5
અમદાવાદથી નેપાળ જવા માટે તમે ફ્લાઈટનો વિકલ્પ ઉત્તમ છે. જેમાં તમે ઓછા સમયમાં કાઠમંડુ પહોંચી પશુપતિનાથ, બૌદ્ધ સ્તુપા, સ્વયંમભૂનાથ, ગાર્ડનઓફ ડ્રિમ,નગરકોર્ટ, પોખરા સહિતના સ્થળોની મુલાકાત તમે 5 દિવસમાં લઈ શકો છો.
4 / 5
નાતાલની રજાઓમાં તમે નેપાળ જઈ રહ્યાં છો તો તમને નેપાળના કેટલાક વિસ્તારો બરફની સફેદ ચાદર ઓઢી હોય તેવા મળી શકે છે. નેપાળ પહોંચી પ્રથમ દિવસે Pashupatinath Temple,Boudhanath Stupaની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી Swayambhunath અને Garden of Dreamsને નિહાળી શકો છો. ત્રીજા દિવસે Nagarkot ચોથા દિવસે Bhaktapur Durbar Square પાંચમાં દિવસે Pokhara અને Sarangkot Sunrise & Fewa Lakeના વ્યુની મજામાણી શકે છે. તેમજ છઠ્ઠા દિવસે Chitwan National Parkની મુલાકાત લઈ શકો છો. જયારે સાતમાં દિવસે કાઠમંડુથી અમદાવાદ પરત ફરી શકો છો.
5 / 5
Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો