રવિચંદ્રન અશ્વિનની પત્ની પણ કરે છે કરોડોની કમાણી, જાણો શું છે તેમનો બિઝનેસ?

ગાબા ટેસ્ટ બાદ રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન નિવૃત્ત થઈ ગયો છે પરંતુ તેનાથી તેની કમાણીમાં કોઈ ખાસ અસર નહીં પડે, કારણકે તેની પત્ની પ્રીતિ નારાયણ કરોડોની કમાણી કરે છે. શું તમે જાણો છો કે તેની પત્ની પ્રીતિ નારાયણ શું કામ કરે છે.

| Updated on: Dec 18, 2024 | 7:42 PM
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દી વિરામ પર મૂકી દીધી છે. તેણે ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિને તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 765 વિકેટ લીધી હતી. પરંતુ હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂરી બનાવી લીધી છે. જો કે તેની પત્ની પ્રીતિ નારાયણની પણ કરોડોની આવક છે.

1 / 5
પ્રીતિ તેના પતિને ક્રિકેટ એકેડમી ચલાવવામાં મદદ કરે છે. અશ્વિનની 'જનરલ નેક્સ્ટ ક્રિકેટ એકેડમી'નું સંચાલન પ્રીતિના હાથમાં છે. આ સિવાય તે કેરમ બોલ મીડિયા કંપનીનું સંચાલન પણ કરે છે. આના દ્વારા તેઓ સારી એવી કમાણી કરે છે.

2 / 5
રવિચંદ્રન અને પ્રીતિએ એક જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બંને પહેલી વાર સાતમા ધોરણ દરમિયાન મળ્યા હતા. અશ્વિનને પહેલી નજરમાં જ પ્રીતિ સાથે પ્રેમ થઈ ગયો હતો. આખી સ્કૂલ જાણતી હતી કે અશ્વિનને પ્રીતિ પર ક્રશ છે, પણ તે પ્રીતિ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી શક્યો નહીં. બંને એકબીજાના ખૂબ સારા મિત્રો હતા પણ વાત આગળ વધી શકી નહીં.

3 / 5
શાળા પુરી કર્યા પછી અશ્વિન અને પ્રીતિએ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. જો કે અશ્વિન પણ પોતાનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કરી રહ્યો હતો. દરમિયાન, અશ્વિન અને પ્રીતિ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની એક ઈવેન્ટમાં ફરી મળ્યા. તે સમયે અશ્વિન એક ખેલાડી તરીકે CSKનો ભાગ હતો. જ્યારે પ્રીતિ CSKના સોશિયલ મીડિયા હેન્ડલને સંભાળતી હતી. CSK ઈવેન્ટમાં પ્રીતિને ફરી મળ્યા બાદ અશ્વિને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. પ્રીતિએ પણ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

4 / 5
મિત્રતા અને પ્રેમ પછી હવે આ સંબંધને લગ્નમાં બદલવાનો મોકો હતો. બંનેના પરિવારજનો પણ આ સંબંધ માટે સહમત હતા. બંનેએ વર્ષ 2013માં પરિવાર અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે બાળકોના માતા-પિતા બન્યા હતા. આ દંપતીને અખિરા અને આધ્યા નામની બે પુત્રીઓ છે. (All Photo Credit : X / INSTAGRAM)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">