સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

19 Dec 2024

ઊંઘમાં વ્યક્તિ અનેક પ્રકારના સપના જુએ છે, આ સપનાના પણ અનેક અર્થ હોઈ શકે છે. 

સ્વપ્ન શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનું સ્વપ્નમાં જોવું શુભ હોય છે.

ખાસ કરીને રાત્રે સૂતી વખતે સપનામાં પાણી સંબંધિત કોઈ વસ્તુ દેખાવી શુભ ગણાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને નીંદર દરમિયાન સપનામાં સ્વચ્છ પાણીનું ઝરણુ દેખાય તો તે શુભ સંકેત છે.

સ્વપ્નમાં સ્વચ્છ પાણી સાથે ઝરણું જોવું એ ઘરમાં આવનારી ખુશીની નિશાની હોઈ શકે છે.

જો તમે સ્વચ્છ અને સફેદ ધોધ પડતો જોયો હોય તો સમજવું કે જીવનના દુ:ખોનો અંત થવા જઈ રહ્યો છે.

આવો ધોધ જોવાનો અર્થ એ થઈ શકે છે કે તમે જે પણ સમસ્યાઓથી ઘેરાયેલા છો તે જલ્દી જ દૂર થઈ જશે.

જો સપનામાં ઝરણાનું પાણી ગંદુ દેખાય અથવા ગરમ પાણી દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં ઝરણાનું પાણી ગંદુ કે ગરમ દેખાય તો તે આવનારા સંકટનો સંકેત હોઈ શકે છે.