AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : મેલબોર્ન ટેસ્ટ હારી ગયા પણ જસપ્રીત બુમરાહને મળ્યા સારા સમાચાર, મળી આ ખાસ ‘ગિફ્ટ’

મેલબોર્ન ટેસ્ટમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન છતાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ જઈ શક્યો નહીં, પરંતુ ICCએ બુમરાહને એક સારા સમાચાર આપ્યા છે. બુમરાહને ICCના મોટા એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

| Updated on: Dec 30, 2024 | 3:39 PM
Share
વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દાવમાં ચાર વિકેટ લીધા બાદ તેણે બીજા દાવમાં પોતાનો પંજો ખોલ્યો હતો. જોકે, તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં હારી ગઈ હતી. પરંતુ મેચ હાર્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જસપ્રીત બુમરાહ માટે એક મોટા ખુશખબર આપ્યા છે.

1 / 7
વર્ષ 2024માં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. બીજી તરફ જસપ્રીત બુમરાહે આ વર્ષે એક પછી એક રેકોર્ડ બનાવ્યા. આ વર્ષ બુમરાહ માટે ટેસ્ટ ક્રિકેટમાં રેકોર્ડ્સથી ભરેલું હતું. આ કારણે બુમરાહને 'ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર' એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

2 / 7
જસપ્રીત બુમરાહના સિવાય ઈંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુક અને શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ પણ આ યાદીમાં સામેલ છે. જોકે, બુમરાહના શાનદાર રેકોર્ડ અને પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે તે 2024નો ICCનો ટેસ્ટ ક્રિકેટર બની શકે છે.

3 / 7
જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024 ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે, આ ભારતીય લિજેન્ડે 13 ટેસ્ટ મેચ રમી અને કુલ 71 વિકેટ લીધી. તે એવો બોલર છે જેણે આ વર્ષે માત્ર ભારત તરફથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 15 (14.92) કરતા ઓછી રહી છે.

4 / 7
જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને વર્ષ 2024નો અંત શાનદાર રીતે કર્યો. હવે બુમરાહ અને ટીમ ઈન્ડિયા આવતા વર્ષે 3 જાન્યુઆરીએ મેદાનમાં ઉતરશે. આ પહેલા જસપ્રીતે મેલબોર્ન ટેસ્ટમાં મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

5 / 7
જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો હતો. અખ્તરે ટેસ્ટમાં 12 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે 13મી વખત પાંચ વિકેટ ઝડપી હતી.

6 / 7
જસપ્રીત બુમરાહે તેની 44મી ટેસ્ટમાં 200 વિકેટ પણ પૂરી કરી હતી. તેના નામે હવે કુલ 203 ટેસ્ટ વિકેટ છે. (All Photo Credit : PTI / GETTY / ICC)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">