Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ ,જાણો શું છે કારણ, જુઓ Video
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસી લોકો દ્વારા ઈચ્છામૃત્યુની માગ કરીને ધરણાં કર્યાં છે. આદિવાસીઓની જમીન બિન- આદીવાસીએ પચાવી પાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પંચમહાલમાં ઈચ્છા મૃત્યુની માગ સાથે આદીવાસી સમાજે ધરણાં કર્યાં છે. પંચમહાલના ગોધરા તાલુકાનાં 200 થી વધુ લોકોનાં જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણા કર્યાં છે. આદિવાસીઓની જમીન બિન- આદીવાસીએ પચાવી પાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિલ્ડરો પર જમીન પચાવી પાડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. શ્રી સરકાર જમીન આદીવાસી મૂળ માલિકોને પરત કરવા માટે માગ કરી છે. રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય પગલા લેવાની કલેકટરે બાંહેધરી આપી છે.
ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી છે?
ઈચ્છામૃત્યુ બે પ્રકારના હોય છે. પ્રથમ – સક્રિય ઈચ્છામૃત્યુ અને બીજું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એ તબીબી સારવારને રોકવા અથવા પાછી ખેંચવાની ક્રિયા છે, જેમ કે વ્યક્તિ કોઈ એવી બીમારીથી પીડાતા હોય જેનો કોઈ ઈલાજ ના હોય તેવા લોકો ઈચ્છામૃત્યુની માગ કરી શકે છે.
Published on: Jan 02, 2025 08:43 AM
Latest Videos