ભાવનગરમાં વર્ષોથી અધૂરો પડેલો શાસ્ત્રીનગરનો ઓવરબ્રિજ પૂર્ણ થયો નથી ત્યાં નવા ત્રણ બ્રિજ બનાવવાની કરાઈ જાહેરાત - Video

ભાવનગરમાં વર્ષોથી અધૂરો પડેલો શાસ્ત્રીનગરનો ઓવરબ્રિજ પૂર્ણ થયો નથી ત્યાં નવા ત્રણ બ્રિજ બનાવવાની કરાઈ જાહેરાત – Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2025 | 7:08 PM

ભાવનગરમાં શાસ્ત્રીનગર-દેસાઈનગર ઓવરબ્રિજનું કામ અધૂરું રહ્યું છે તેમ છતાં, ત્રણ નવા ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. લીલા સર્કલ-હિલપાર્ક, વિરાણી સર્કલ-ટોપ 3 સર્કલ અને મંત્રેશ કોમ્પ્લેક્સ નજીક આ બ્રિજ બનશે. આ યોજના માટે 150 કરોડ રૂપિયા ફાળવવાની સરકારે હૈયાધારણા આપી છે.

ભાવનગર શહેરમાં હજુ તો એક ઓવરબ્રિજ હજુ પૂર્ણ નથી થયો ત્યાં શાસકોએ વધુ ત્રણ ઓવરબ્રિજ બનાવવાની પ્લાનિંગની જાહેરાત કરાઈ છે. મનપાની આગામી સમયમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં લીલા સર્કલથી હિલપાર્ક ચોકડી, વિરાણી સર્કલથી ટોપ 3 સર્કલ અને મંત્રેશ કોમ્પ્લેક્સ નજીક ઓવરબ્રિજ બનાવવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આ તમામ 3 બ્રિજો બનાવવા મુખ્યમંત્રી દ્વારા 150 કરોડ જેટલી રકમ આપવાની હૈયાધારણા અપાઈ છે.

મનપા દ્વારા શહેરના વધતી ટ્રાફિક સમસ્યાના નિવારણ હેતુ ત્રણ ઓવરબ્રિજ બનાવવાની વિચારણા કરી તે ખુબ સારી વાત છે. પરંતુ ચિંતાની વાત એ છે કે મનપા દ્વારા હજુ વર્ષોથી અધૂરો પડેલ કામ પૂર્ણ કરવાનો સમય મર્યાદા પૂર્ણ થયાં બાદ પણ હજુ નથી થયા. વાત કરીએ તો ભાવનગર શહેરમાં બની રહેલ શાસ્ત્રીનગરથી દેસાઇનગર સુધીનો પ્રથમ ઓવરબ્રિજ કામ હજુ પણ બાકી છે. એટલે જોવાનું એ રહ્યું કે હવે જૂના બ્રિજના કામો તો પૂર્ણ નથી થઈ રહ્યા ત્યારે નવા કામોની જાહેરાત થઈ પણ પૂર્ણ ક્યારે થાય તે તો જોવાનું જ રહ્યું.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">