આજનું હવામાન : ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી, જુઓ Video

આજનું હવામાન : ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી, જુઓ Video

| Updated on: Jan 02, 2025 | 8:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આગામી5 દિવસ ઠંડીનો ચમકારો જોવા નહીં મળે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આગામી5 દિવસ ઠંડીનો ચમકારો જોવા નહીં મળે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.

ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જોરદાર ઠંડી પડવાની સંભાવના છે. વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ પાટણ, મોરબી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Published on: Jan 02, 2025 08:01 AM
g clip-path="url(#clip0_868_265)">