નવ વર્ષે રાજ્યભરના તીર્થસ્થાનોએ ઉમટ્યુ માનવ મહેરામણ, સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video
નવા વર્ષે રાજ્યના મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. સોમનાથ, દ્વારકા અને અંબાજીમાં વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ. દૂર દૂરથી લોકો નવા વર્ષે ઈશ્વરના ચરણોમાં શિશ નમાવવા આવ્યા હતા.
નવા વર્ષે રાજ્યભરના મંદિરોમાં અને તીર્થધામોમાં માનવ મહેરામણ ઉમટ્યું. જુઓ આ 3 દ્રશ્યો.. સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યા હતા.વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથમાં મહાદેવના દર્શને ભક્તોની ભીડ ઉમટી હતી.તો આ તરફ દ્વારકા જગત મંદિરમાં પણ લોકો દર્શને ઉમટી પડ્યા હતા. ત્યારે અંબાજીમાં પણ જગતજનની માં અંબાના મંદિર મોટા પ્રમાણમાં યાત્રાળુંઓ દર્શન પહોંચ્યા હતા.
2025ના પ્રારંભે જ ભગવાન ભોળીયા નાથના દર્શને ભાવિકો ઊમટી પડ્યા હતા..ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનું કિડીયારૂ ઉભરાયું હતું.
તો આ તરફ જગતના નાથ દ્વારકાધીશના દર્શને પણ ભાવિ ભક્તો ઉમટ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષની ઉજવણી જગત મંદિેરે બહોળી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા. વર્ષ 2025ના પહેલા દિવસે દ્વારકાધીશ જંગત મંદિર પરિસર જય દ્વારકાધીશ અને જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું.
તો વાત કરીએ જગત જનની મા અંબાના સાનિધ્ય અંબાજીમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું. દૂર દૂરથી માઇ ભક્તો મા અંબા ચરણોમાં શીશ નમાવા અને માના આશીર્વાદ મેળવવા અંબાજી આવી પહોંચ્યા હતા. નવા વર્ષની મંગલા આરતીમાં અંબાજીમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.